પતિ ત્રાસ આપી મારકુટ કરતો,પુત્રને જન્મદિવસ પર પરાણે દારૂ પીવડાવ્યો:પરિણીતાની ફરિયાદ

26 May 2023 05:37 PM
Rajkot
  • પતિ ત્રાસ આપી મારકુટ કરતો,પુત્રને જન્મદિવસ પર પરાણે દારૂ પીવડાવ્યો:પરિણીતાની ફરિયાદ

પતિ તેની પત્નીને કહેતો,‘તું મને કુંવારી છોકરી સાથે સેટિંગ કરાવ’,તને તો વાટકો લઈને ભીખ મંગાવીશ:મહિલાની પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ

રાજકોટ,તા.26
શહેરમાં રહેતી પરિણીતાએ તેના નશાખોર પતિના ત્રાસ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી.પતિ કહેતો કે, ‘તું મને કુંવારી છોકરીઓ સાથે સેટિંગ કરાવ નહિતર તારી બહેન અથવા મા સાથે સેટિંગ કરાવ’ મહિલાએ ત્રાસ અંગેની પોલીસમાં ફરિયાદ કરી હતી.

વધુ વિગતો મુજબ,પરાપીપળિયામાં ભાડાના મકાનમાં રહેતા વૈશાલીબેન ગુલવાણી (ઉ.વ.37)એ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોપટપરામાં રહેતા તેના પતિ રમેશ ગુલવાણી, સસરા કેવડારામ શેવનદાસ ગુલવાણી અને સાસુ ધરમી ગુલવાણીના નામ આપ્યા હતા. વૈશાલીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021માં તેમના લગ્ન થયા હતા અને તેમને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે. પતિ દારૂના નશામાં મારકૂટ કરતો હતો.સાસુ કહેતા કે મારા મોટા દીકરાને બે ઘરવાળી છે,મારા ભાઇને બે ઘરવાળી છે અને મારો દીકરો પણ બે ઘરવાળી કરે તો શું વાંધો છે,પતિ ઘરખર્ચ માટે પૈસા આપતો નહોતો અને સાસુ-સસરા તેને ચડામણી કરતા હતા.

બાદમાં મારા દાગીના મારી પાસે હતા તે મારા પતિ લઈ ગયા હોય અને મારા દિકરાનો જન્મદિવસ મારા સાસુ ના ઘરે ઉજવ્યો હોય અને મારા સાસુએ મારા દિકરાનું મોં પકડી રાખ્યું હતું અને મારા પતિએ મારા બાળકને અંગ્રેજી દારુ પીવડાવ્યો હતો અને ત્યારબાદ મારા નણંદ મારા દિકરાના જન્મ દિવસમાં આવેલ અને સવારમાં મારા સાસુ-સસરા અને જેઠના દીકરા સુરજને લઈને તેમના ઘરે અમદાવાદ જતા રહેલ ત્યારબાદ મારા સાસુ સસરા અને મારો પતિ પોપટપરાના મકાનમાં સાથે રહેતા હતા અને અમો આઠ દિવસ અમો ભુખ્યા રહયા ત્યારબાદ હું મારા પતિ ને શોધવા નીકળેલ તો મારો પતિ મારા સાસુ સસરા સાથે રહેતો હતો અને મને કહેલ કે તુ મારા ઘરમા આવતી નહિ નહિતર તને મારી નાખીશ. તારો કે તારા દીકરાનો કોઇ હક્ક નથી,તને વાટકો લઇને ભીખ મગાવીશ.રમેશ એમ પણ કહેતો કે,‘તું મને કુંવારી છોકરીઓ સાથે સેટિંગ કરાવ નહિતર તારી બહેન કાં તારી મા સાથે સેટિંગ કરાવી દે મને કુંવારી છોકરી તથા ભાભીઓમાં જ રસ છે’.મહિલા પોલીસે વૈશાલીબેનની ફરિયાદ પરથી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.


Related News

Advertisement
Advertisement