► બોર્ડની પરીક્ષાના પરિણામમાં શાળાનો રાજયમાં પાંચમો ક્રમ, વિદ્યાર્થીઓએ અંબિકા વિદ્યાલયનો ગુજરાતભરમાં ડંકો વગાડયો
રાજકોટ તા.26 : ગઈકાલે ગુજરાત શિક્ષણ બોર્ડે એસએસસી ધોરણ 10નું પરિણામ જાહેર કયુર્ં. જેમાં રાજકોટના સિલ્પન ઓકસન પાછળ કેરાલા પાર્કમાં આવેલી શ્રી અંબિકા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ગુજરાતમાં પોતાની સ્કૂલનો ડંકો વગાડયો છે. બોર્ડના પરિણામમાં અંબિકા વિદ્યાલય રાજયભરમાં પાંચમા ક્રમે રહી છે. ધોરણ 10નું આ શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. પરિક્ષામાં આ સ્કૂલના હોંશિયાર તારલાઓ ચમકયા છે અને ઝળહળતું પરિણામ મેળવ્યું છે.
શ્રી અંબિકા વિદ્યાલયની સ્થાપના હજુ બે વર્ષ પહેલા જ થઈ છે તેમ છતા અહીંના સંચાલકો અને શિક્ષકોની શિક્ષણ આપવાની રીતથી સતત બીજા વર્ષે ધોરણ 10નું 100 ટકા પરિણામ આવ્યું છે. તેમાં પણ આ વર્ષે શ્રી અંબિકા વિદ્યાલયના 45 વિદ્યાર્થીએ એસએસસી બોર્ડની પરિક્ષા આપી હતી. જેમાંથી 9 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જયારે 32 વિદ્યાર્થીએ 90થી વધુ પીઆર મેળવ્યા છે. શ્રી અંબિકા વિદ્યાલયના ડાયરેકટર શ્રી હેતલભાઈ પોપટ સર,
શ્રી મનોજભાઈ ઈલાણી સર, ભાવેશભાઈ જોશી સરે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ‘સાંજ સમાચાર’ કોર્પોરેટ હાઉસની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, સ્કૂલમાં ધો.1થી ધો.12 સુધીના વર્ગો છે. ધો.11-ધો.12 સાયન્સ ગુજરાતી મીડીયમ છે. સ્કૂલની સ્થાપનાને બે વર્ષ થયા. જે દરમિયાન 22 વિદ્યાર્થી એમબીબીએસમાં ગયા છે. જેઈઈ, એનઈઈટી અને ગુજકેટમાં પણ સ્કૂલના અનેક વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. ગત ગુજકેટની પરિક્ષામાં સ્કૂલની વિદ્યાર્થીની બુસા મેશ્ર્વા પ્રથમ ક્રમાંકે ઉતિર્ણ થઈ હતી.
વર્ષ 2021માં ઝાલા ઉર્વીએ એઈમ્સની પરિક્ષા પાસ કરી હતી. ગુજકેટમાં વર્ષ 2022માં સોરઠીયા પાર્થે ગણિત વિષયમાં 40માંથી 40 માર્ક મેળવ્યા હતા. એનઈઈટી-2022માં ખુંટ ટીપા અને સોમાણી ઈશીતા ઉતમ પ્રદર્શન સાથે ઉતિર્ણ થઈ હતી. ધો.12 સાયન્સનું પણ ઝળહળતું પરિણામ આવ્યું હતું. શિક્ષકો-સંચાલકોએ જણાવ્યું કે, શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે અને એક-એક વિદ્યાર્થી પર શિક્ષકો વ્યકિતગત ધ્યાન આપી શકે તે માટે મર્યાદિત સંખ્યામાં જ વહેલા તે પહેલાના ધોરણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.