રાજકોટ,તા.26
શહેરના વિવેકાનંદનગર મેઈન રોડ, રામકૃષ્ણનગરમાં રહેતા સ્નેહલબેન ભોગીલાલ શાહે પ્રદ્યુમનનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી કે, તેઓ સ્નેહલ ઈન્ડસ્ટ્રીઝના નામે જોબવર્કનું કારખાનું ધરાવે છે. તેમના પિતાનું વર્ષ 2015માં અવસાન થયું હતું. તેમના કારખાનાની પ્રિમાઈસીસમાં આરોપી ગોપાલભાઈ ગોરધનભાઈ સતાપરાએ ક્રિએટીવ એન્જીનિયરીંગના નામે ધંધો શરૂ કરેલો. તેણે જીએસટી સર્ટી કઢાવવા અરજી કરેલી જેમાં ધંધાના સ્થળના સરનામાં સ્નેહલ ઈન્ડસ્ટ્રીઝનું સરનામું આપેલ.જેની સાથે સ્નેહલબેનના પિતા ભોગીલાલ શાહની સહીવાળુનો ઓબ્જેકશન સટીર્ર્ જીએસટી કચેરીમાં આપ્યું હતું.
આ પ્રક્રિયા વર્ષ 2017માં થઈ હતી.જયારે ભોગીલાલ વર્ષ 2015માં જ અવસાન પામેલા જેથી ગુનો નોંધવા ગોપાલ સતાપરાએ સેશન્સ કોર્ટમાં કરેલી આગોત્તરા જામીન અરજી કોર્ટે ફગાવી દેતાં હાઈકોર્ટમાં આગોત્તરા જામીન અરજી કરેલી જેમાં આરોપીના વકીલે કરેલી દલીલો ધ્યાને લઈ હાઈકોર્ટ ગોપાલ સતાપરાના આગોત્તરા જામીન મંજૂર કર્યા હતાં.આ કેસમાં આરોપીવતી હાઈકોર્ટમાં એડવોકેટ પવનભાઈ બારોટ તેમજ રઘુવીર બસીયા રોકાયેલ હતાં.