રાજકોટ,તા.26
કાલાવડ રોડ પર આવેલા વીરડા વાજડી ગામના ધરમનગરના વિસ્તારમાં પોતાને માવતર રહેતા કમળાબહેને નોંધાવેલ ફરિયાદી પ્રમાણે આરોપી તેના પતિ વિજયભાઈ ભનાભાઈ ચૌહાણ વિરૂદ્ધ રાજકોટની કોર્ટમાં ભરણપોષણ મેળવવા અરજી કરેલ હતીં. તેની માવતરના ઘરે રાત્રે સાડા અગિયાર વાગ્યે આવી પોતાના હાથમાં રહેલી છરી વડે ફરિયાદીને કપાળના ભાગે મારી હતી. અને ધમકી આપી કે, ભરણપોષણનો કેસ પાછો નહીં ખેંચે તો ફરિયાદીને જાનથી મારી નાખશે.
આમ આ કેસમાં તા.20/5/2023ના રોજ આરોપી દ્વારા જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. જેમાં રાજકોટના જયુડી મેજી.દ્વારા આરોપીના રૂ।0,000/- ના સદ્ધર જામીન મંજૂર કરતો હુકમ કરવામાં આવેલ હતો. આકેસમાં આરોપી વતી લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સેલમાંથી આસિસ્ટન્ટ ભાવિશા વી.પંડિત રોકાયેલ હતાં. તેમજ મદદમાં આસિસ્ટન્ટ આર.આર.રત્નેશ્ર્વર, નયન વી.દોમડિયા અને અજય આર તોલાણી માર્ગદર્શક તરીકે ચીફ લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સેલ અમિતા પી.સિપ્પી તથા ડેપ્યુટી ચીફ લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સેલ હિતેષ જી.ગોહેલ અને મિતલ પી.સોલંકી રોકાયેલ હતાં.