કરાર આધારિત મહિલા કર્મચારીઓને પણ મેટરનીટી લાભો મળે: હાઈકોર્ટનો ચુકાદો

25 August 2023 09:52 AM
India Woman
  • કરાર આધારિત મહિલા કર્મચારીઓને પણ મેટરનીટી લાભો મળે: હાઈકોર્ટનો ચુકાદો

તમામ ગર્ભવતી મહિલાઓ માતૃત્વના લાભ માટે હકકદાર છે

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ગર્ભવતી મહિલાઓને લઈને એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, તમામ પ્રેગનન્ટ વર્કીંગ વુમન મેટરનીટી બેનીફીટ (ગર્ભાવસ્થા દરમિયાન મળતા લાભ) માટે હકદાર છે. વર્કીંગ વુમન કાયમી કે કરાર આધારિત હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમને મેટરનીટી બેનીફીટ એકટ 2017 અંતર્ગત રાહત આપવાનો ઈન્કાર કરી શકાય નહીં.

જસ્ટીસ ચંદ્રધારીસિંહની બેન્ચે દિલ્હી સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટીમાં કરાર પર કામ કરતી એક ગર્ભવતી મહિલાને રાહત આપતી વખતે આ ટિપ્પણી કરી છે. હકીકત એવી હતી કે કંપનીએ એક મહિલા કર્મચારીને મેટરનીટી બેનીફીટ આપવાનો ઈન્કાર કર્યો હતો. કંપનીનું કહેવું હતું કે, લીગલ સર્વિસીસ ઓથોરીટીમાં કરાર આધારીત કર્મચારીને મેટરનીટી બેનીફીટ આપવાની કોઈ જોગવાઈ નથી. જયારે લીગલ સર્વિસ ઓથોરીટી તરફથી સરફરાજત ખાતે દલીલો રજુ કરી હતી.

હાઈકોર્ટમાં અરજીકર્તા તરફથી વકીલ ચારુ વલી ખન્નાએ અસરકારક દલીલો હતી. જયારે હાઈકોર્ટે મામલાની સુનાવણી કરતી વખતે કહ્યું કે મેટરનીટી બેનીફીટ એકટની જોગવાઈમાં એવો કોઈ ઉલ્લેખ નથી, જે એવું જણાવે કે કોઈપણ વર્કીંગ વુમનને પ્રેગ્નેન્સી દરમિયાન રાહત આપવાથી રોકી શકાય.

માતૃત્વ લાભ કોઈપણ કંપની અને કર્મચારીની વચ્ચે કરારનો હિસ્સો નથી. એ મહિલાની ઓળખનો એક મૌલિક અધિકાર છે, જે પરિવાર શરુ કરવા અને બાળકને જન્મ આપવાનો વિકલ્પ પસંદ કરે છે.

બાળકને જન્મ આપવાની સ્વતંત્રતા મહિલાનો મૌલિક અધિકાર છે, જે દેશનું બંધારણ પોતાના નાગરિકોને કલમ 21 હેઠળ આપે છે. કોઈપણ સંસ્થા કે સંગઠન, આ અધિકારનો ઉપયોગ કરવામાં અવરોધ નાખે તો ફકત ભારતના બંધારણનો જ નહી પણ મૌલિક અધિકારોનો ભંગ છે, તેમજ સામાજીક ન્યાયના પાયાના સિદ્ધાંતની પણ વિરુદ્ધ છે.

જસ્ટીસ સિંહે કહ્યું કે જો આજના સમયમાં એક મહિલાને પોતાના પારિવારિક જીવન અને કારકિર્દીના વિકાસની પૈકી કોઈ એકની પસંદગી કરવાનું કહેવામાં આવે છે, તો આપણે એક સમાજ તરીકે નિષ્ફળ થઈ જઈશું.

મહિલા- જે બાળકના જન્મની પ્રક્રિયા દરમિયાન કેટલાય પ્રકારની શારીરિક અને માનસિક પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે, તેને અન્ય લોકોની સમાન કામ કરવા માટે મજબૂર કરી શકાય નહીં. એ નિશ્ર્ચિત રુપથી સમાનતાની એ પરિભાષા છે, જે બંધારણના ઘડવૈયાઓના મગજમાં હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement