પુરૂષોની તુલનામાં મહિલાઓને હૃદયરોગની વધુ ખરાબ અસર

31 August 2023 12:10 PM
Health India Woman
  • પુરૂષોની તુલનામાં મહિલાઓને હૃદયરોગની વધુ ખરાબ અસર

♦ યુવાનોની સાથે સાથે હવે યુવતીઓમાં હાર્ટએટેક દર વધ્યો

♦ ભારત સહિત 50 દેશોના અભ્યાસના વિશ્લેષણનું તારણ : અકાળે મોનોપોઝ, હાયપર ટેન્શન, ડિસઓર્ડર જેવા અનેક પરિબળો મહિલાઓમાં હૃદય રોગોનું કારણ

નવી દિલ્હી : પુરૂષોની તુલનામાં સ્ત્રીઓને હૃદય રોગની વધુ ખરાબ અસર થાય છે. ભારત સહિત 50 દેશોના 15 અભ્યાસના વિશ્લેષણમાં આ હકીકત બહાર આવી છે. હૃદય સંબંધીત બિમારીઓ માટે સ્ત્રીઓમાં નિદાન અને સારવાર પુરૂષોની તુલનાએ મોડુ થાય છે અને તેનાથી પુરૂષો કરતા સ્ત્રીઓ હૃદય રોગના વધુ ખરાબ પરિણામો ભોગવે છે.

વધુમાં યુવાન મહિલાઓમાં હાર્ટ એટેકના દરમાં પણ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, એમ ભારત સહિત 50 દેશોના 15 અભ્યાસોના તારણોમાં જણાવાયું છે. સંશોધકોએ નોંધ્યું હતું કે મહિલાઓમાં ઉલટી, જડબામાં દુખાવો અને પેટનો દુખાવો જેવા વધારાના લક્ષણો જોવા મળે છે. મહિલામાં છાતીનો દુખાવો પણ બિનપરંપરાગત લક્ષણ છે. જો આ લક્ષણો ડોકટરો અથવા દર્દીઓના ધ્યાન બહાર રહી જાય તો નિદાન અને સારવારમાં વિલંબ થાય છે.

અમેરિકાની મેસેચ્યુસેટસ લોવેલ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર હદીઓ ગેરેલનાબીએ જણાવ્યું હતું કે અમને કાર્ડિયોવેસ્કયુલર રોગના નિદાન તેની સારવાર અને લક્ષણોમાં પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચે મોટો તફાવતો જોવા મળ્યો છે. સામાન્ય રીતે રોગના લક્ષણો દેખાય પછી પુરૂષોની તુલનાએ સ્ત્રીઓ મોડી હોસ્પિટલમાં જતી હોય છે. વધુમાં ડોકટર્સે જે દરે પુરૂષોને હોસ્પિટલમાં દાખલ છે તે દરે મહિલાઓને દાખલ કરતા હોતા નથી.

આર્ટેરિયોસ્કલેરોસિસ, થ્રોમ્બોસિસ અને વેસ્કયુલર બાયોલોજી ર્જનલમાં પ્રકાશિત થયેલું વિશ્લેષણ એ પણ સંકેત આપે છે કે યુવાન સ્ત્રીઓમાં હાર્ટ એટેકનો દર વધી રહ્યો છે. અભ્યાસ દર્શાવે છે કે 1995 અને 2014 વચ્ચે 35 થી 54 વર્ષની વયની મહિલાઓમાં હાર્ટ એટેકનો દરે 21 ટકાથી વધીને 31 ટકા થયો હતો. આ જ સમયગાળા દરમિયાન પુરૂષોમાં હાર્ટ એટેકના દરમાં થોડો વધારો થયો હતો, જે 30 ટકાથી વધુને 33 ટકા થયો હતો.

યુવાન સ્ત્રીઓમાં હાર્ટ એટેકનો દર વધી રહ્યો છે તે ચિંતાજનક છે. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓમાં હૃદય સંબંધિત રોગ લાવતા કોમન જોખમી પરિબળોમાં અકાળ મોનોપોઝ, એન્ડોમેટ્રીઓસીસ અને હાયપરટેન્શન, ડિસઓર્ડરનો સમાવેશ થાય છે. આ તારણો બ્રાઝીલ, ચીન, ઇજિપ્ત, ભારત, અરેબિયન ગલ્ફ દેશો અનેયુએસ સહિત 50 દેશોના પંદર અભયાસોના તારણો પર આધારીત છે. આ અભ્યાસમાં 23 લાખ લોકોને આવરી લેવાયા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement