બોટાદ,તા.5 : બોટાદ ડિસ્ટ્રીક બોડી બિલ્ડીંગ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા આજરોજ તા 3/9/23ના રોજ મારુતિ નંદન હોટેલ, પાળિયાદ રોડ બોટાદ ખાતે યોજાઈ.કાર્યકમ નો શુભારંભ પ્રાર્થના થી કરવામાં આવેલ.નવા વરાયેલા પ્રમુખ હોદેદારોની નિમણુંકની જાહેરાત ઉપ પ્રમુખ સી.એલ.ભીકડીયા એ કરેલ.નવા વરાયેલા પ્રમુખ ઉપ પ્રમુખનું સભ્યો દ્વારા અભિવાદન કરવામાં આવેલ .જ્યારે એસોસિએશનમાં નવ પ્રવેશીત સભ્યોને આવકારવામાં આવેલ.સેક્રેટરી મનોજભાઈ સોલંકી દ્વારા સંસ્થાનો અહેવાલ રજૂ કરેલ
જ્યારે ખજાનચી ચેતનભાઈ ગોત્રીજા એ છેલ્લા વર્ષોનો હિસાબ રજૂ કરેલ.નવા હોદેદારોમાં પ્રમુખ શિરીષ ભાઈ ગાલિયા( આરએમપી બેરિંગઝ), પેટર્ન ઇન ચીફ રાજુભાઈ વોરા, ઉપ પ્રમુખ ગ્રીન મેન સી.એલ.ભીકડીયા, ખુશાલ ભાઈ દવે (સ્કાય ટેકક્ષટાઇલ), જયરાજ ભાઈ રાઠોડ, પ્રતીકભાઈ ભટ્ટ, સેક્રેટરી મનોજભાઈ સોલંકી, ખજાનચી ચેતન ભાઈ ગોત્રીજા, સહ મંત્રી હિરેન ધંધુકિયા, લીગલ એડવાઇઝર એડવોકેટ રજનીકાંત ગોહેલ, તથા કારોબારી સભ્યોની નિમણુંક કરાઈ. કાર્યક્રમને અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ.