♦ કેન્સરથી થતા મૃત્યુમાં 30 વર્ષમાં 28 ટકાનો વધારો: 2030 સુધીમાં વિકરાળ રૂપ લઈ શકે છે કેન્સર
નવી દિલ્હી,તા.5
નાની વયે હાર્ટ એટેકનાં મામલા વધ્યા છે પણ બ્રિટનના એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે છેલ્લા 30 વર્ષમાં દુનિયામાં કેન્સરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને કેન્સરનાં દર્દીઓમાં સૌથી વધુ 50 વર્ષથી ઓછી વયના દર્દીઓ છે અને આવનારા 10 વર્ષમાં આ સમસ્યા વધુ વકરશે.
છેલ્લા 30 વર્ષમાં કેન્સરનાં કેસમાં કુલ 79 ટકા જેટલો વધારો થયો છે. બ્રિટીશ મેડીકલ જર્નલ (ઓન્કોલોજી)એ પોતાનાં અધ્યયનનાં આધારે આ રિપોર્ટ પ્રકાશીત કર્યો છે. આ રિપોર્ટમા 2019 સુધીનાં આંકડા સામેલ કરાયા છે. તે હિસાબે 1990 થી 2019 દરમ્યાન કેન્સરના દર્દીઓ 18.2 કરોડથી વધીને 32.6 કરોડ થઈ ગયા. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કેન્સરતી થતા મોતમાં આ વર્ષોમાં 28 ટકાનો વધારો થયો છે.
ભારતમાં કેન્સરનાં વધતા કેસોનું કારણ
નારાયણ હેલ્થના ચેરમેન ડો.દેવી શેટ્ટીએ જણાવ્યું હતું કે આ ત્રણ દાયકામાં ડાયગ્નોસ્ટીક ટુલ્સ પણ વિકસીત થયા છે. આ સિવાય ચિકિત્સા સુવિધા પણ વધી છે. પહેલા બહુ ઓછા લોકો હોસ્પીટલ સુધી પહોંચતા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારનાં લોકો તપાસ નહોતા કરાવતા આ ઉપરાંત પ્રદુષણ, ખાનપાનની આદત અને ફીઝીકલ એકટીવીટીની કમીના કારણોને પણ નજર અંદાજ ન કરી શકાય.
મોટાભાગનાં 50 વર્ષથી નીચેની વયનાં દર્દીમાં પ્રોસ્ટેટ અને વિંડપાઈપ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, 2030 સુધીમાં કેન્સર વિકરાળ સ્વરૂપ લેશે.કેન્સરથી મોત પણ 21 થી 31 ટકા વધી શકે છે.