માધવપુરમાં બગીચામાં નુકશાન કરી ધાક-ધમકી આપી

11 September 2023 01:44 PM
Porbandar
  • માધવપુરમાં બગીચામાં નુકશાન કરી ધાક-ધમકી આપી

(કેશુભાઈ માવદીયા) માધવપુર,તા.11 : માધવપુર ઘેડ ગામે કેશુભાઈ ખીમાભાઈનાં બગીચાંમાં ફળ-ફળાઉ ઝાડને કાપી નાખી નુકશાન પહોંચાડી ધાક ધમકી આપનાર શૈલેષ ચંદુ, વિજય ચંદુ, ગજેરા નરસી, કૈલાસ અમૂત, ચંદુ અમૂત સામે પગલા હોવા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે.

શરાબીઓનો ત્રાસ
માધવપુર ગામે સાગર શાળા વિસ્તારમાં દારૂ ઢીંચી પડયા પાર્થયા રહેતા નશાખોરો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ પેટ્રોલીંગ વધારવા ગ્રામજનોની માંગણી છે.


Advertisement
Advertisement
Advertisement