માળીયાહાટી,તા.12
દિગ્વિજય દિવસ. એટલેકે. સ્વામી વિવેકાનંદજી એ સિકાંગો માં સભા ગજવી હતી એ દિવસ એટલે 11 સપ્ટેમ્બર 1893 માં છે એ નિમિત્તે માળિયા હાટીના તાલુકાના વડીયા (ગીર) ગામે યુવા સરપંચ યશ પટેલ અને આઈ.ટી.સેલ સંયોજક રાજેન્દ્ર સિંહ જેઠવા દ્વારા વીર શહીદ હરેન્દ્રગીરી ઉચ્ચતર માધ્યમિક શાળા વડીયા ખાતે દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી અને સ્કૂલ ના 10 જેટલા વિદ્યાર્થીઓ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ તકે વિદ્યાલયના પ્રમુખ માનસિંહભાઈ સીસોદીયા, શિક્ષકશ્રિઓ અનુપસિંહ સિસોદીયા, રામસાહેબ, અસ્મિતાબેન, હીનાબહેન અને લલિતભાઈ ડાભી, ઉપસ્થિત રહ્યા હતાં.