બોટાદ,તા.12 : તક્ષશિલા એજયુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આદર્શ બીએસી.કોલેજના પ્રાણીશાસ્ત્ર અને વનસ્પબતિશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ ભાવનગર વનવિભાગના સહયોગથી બોટાદ ખાતેના ઢાકણીયા વીડમાં પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાથે સરીસુપ સંરક્ષણ સોસાયટી સુરત ગુજરાતનો પણ સાથ મળેલ.જેમાં બોટાદ જિલ્લાના માનદ વન્ય પ્રાણી સંરક્ષક શ્રી વિક્રમભાઈ ગઢવી સાહેબ હાજર રહી વિદ્યાર્થીઓને પર્યાવરણ અને ત્યાંના પ્રાણીઓ જેવા કે કાળીયાર, નીલગાય, ઝરખ, શિયાળ, જંગલી બિલાડી વગેરે પ્રાણીઓની માહિતી પુરી પાડી.આ સાથે વલ્લભીપુર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી કે જે બારડ વિશેષ હાજરી આપી વિદ્યાર્થીઓના જુસ્સાને વધારો આપ્યો અને પર્યાવરણ સંરક્ષણની વિશેષ જાણકારી પુરી પાડી,
ઉપરાંત રાઉન્ડ ફોરેસ્ટર એસએ પરમાને વિદ્યાર્થીઓ સાથે હાજર રહી ઔષધીય વનસ્પતિઓ વિશે વિશેષ માહિતી પુરી પાડી આ સાથે ઢાંકણીયા વીડના વનરક્ષક ડી,સી ચૌહાણ વનરક્ષક એચ પી જીડીયા, અને એચ કે ચાવડા ઉપસ્થિત રહી સંપુર્ણ પ્રકૃતિ શિક્ષણ શિબિરને સફળ રીતે પાર પાડવામાં મહત્વનું યોગદાન આપ્યું.