સુરત તા.12
ગુજરાત રાજયમાં મહાનગર પાલિકાના નવા સુકાનીઓની પસંદગી પ્રક્રિયામાં સુરત મનપામાં મેયર પદે દક્ષેશ માવાણીની પસંદગી કરવામાં આવી છે. સુરત મનપાના નવા સુકાનીઓમાં મેયર તરીકે દક્ષેશ માવાણી, ડે.મેયર પદે મનીષ પાટીલ, સ્ટે.ચેરમેન પદે રાજન પટેલ, દંડક તરીકે ધર્મેશ વાણીયાવાલાની નિયુકતી કરવામાં આવી હતી.