વૈશ્વીક રોકાણ કંપની કેકેઆર રિલાયન્સ રિટેલમાં રૂ।.2069.50 કરોડનું રોકાણ કરશે

12 September 2023 05:34 PM
Business India
  • વૈશ્વીક રોકાણ કંપની કેકેઆર રિલાયન્સ રિટેલમાં રૂ।.2069.50 કરોડનું રોકાણ કરશે

રિલાયન્સની પેટા કંપની, આર.આર.વી.એલનું વેલ્યુએશન રૂ।.3 લાખ કરોડે પહોંચ્યું

મુંબઈ,તા.12 : રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ)એ આજે જાહેરાત કરી હતી કે વૈશ્ર્વિક રોકાણ કંપની કેકેઆર તેની સહયોગી કંપની થકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની આરઆરવીએલમાં રૂ।.2,069.50 કરોડનું રોકાણ કરશે. આ રોકાણમાં આરઆરવીએલની પ્રી-મની ઇક્વિટી વેલ્યૂ રૂ।.8.361 લાખ કરોડ આંકવામાં આવી છે, આમ કંપની દેશની સૌથી વધુ ઇક્વિટી વેલ્યૂ ધરાવતી ટોચની ચાર કંપનીઓમાં સ્થાન મેળવે છે. કેકેઆરને આ પુન:રોકાણ થકીઆરઆરવીએલમાં ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝીઝ પર વધારાનો 0.25% ઇક્વિટી હિસ્સો મળશે.

વર્ષ 2020માં આરઆરવીએલમાં રૂ।.5,550 કરોડના રોકાણના તેના હિસ્સા સાથે મળીને આરઆરવીએલમાં કેકેઆરનો ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝીઝ પર કુલ ઈક્વિટી હિસ્સો 1.42% સુધી થશે. વર્ષ 2020માં આરઆરવીએલ દ્વારા રૂ।.4.21 લાખ કરોડના પ્રી-મની ઇક્વિટી મૂલ્ય પર રૂ।.47,265 કરોડનું રોકાણ વિવિધ વૈશ્વિક રોકાણકારો પાસેથી મેળવવામાં આવ્યું હતું. આરઆરવીએલ તેની પેટાકંપનીઓ અને સહયોગીઓ દ્વારા ગ્રોસરી, ક્ધઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ફેશન એન્ડ લાઈફસ્ટાઈલ તથા ફાર્માના ક્ષેત્રમાં 18,500થી વધુ સ્ટોર્સ અને ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મના ઇન્ટિગ્રેટેડ ઓમ્નીચેનલ નેટવર્ક સાથે 267 મિલિયન લોયલ્ટી કસ્ટમર્સને સેવા આપતા ભારતના સૌથી મોટા સૌથી ઝડપથી વિકસતા અને સૌથી નફાકારક રિટેલ બિઝનેસનું સંચાલન કરે છે.

વર્ષ 1976માં સ્થપાયેલી કેકેઆર પાસે 30 જૂન 2023 સુધીમાં તેના સંચાલન હેઠળ અંદાજે 519 બિલિયન અસ્કયામતો છે. કેકેઆર પાસે અગ્રણી વૈશ્ર્વિક સાહસો બનાવવાનો લાંબો ઈતિહાસ છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, અમને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં રોકાણકાર તરીકે કેકેઆર તરફથી સતત સમર્થન મળવાનો આનંદ છે. અમે કેકેઆર સાથેની અમારી ગાઢ થતી ભાગીદારીને ખૂબ મહત્વ આપીએ છીએ અને આરઆરવીએલમાં તેમના પાછલા રોકાણ પછીનું તેમનું નવીનતમ રોકાણ આરઆરવીએલની દૂરંદેશી અને ક્ષમતાઓમાં તેમના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement