બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ કાઢી આપવાના ગુનામાં ફરાર આરોપી અમરેલીમાંથી ઝડપાયો

13 September 2023 01:32 PM
Botad
  • બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ કાઢી આપવાના ગુનામાં ફરાર આરોપી અમરેલીમાંથી ઝડપાયો

બોટાદ જિલ્લાના ઉમરાળા તાલુકાનાં સમઢીયાળા ગામે રહેતા આરોપી તેજાભાઇ હનુભાઇ ભોકળવા તથા તેના સાગરીતોએ આર.ટી.ઓ. લગત ટુ વ્હીલર/ફોર વ્હીલરના, એજન્ટો દ્વારા ખોટા લાયસન્સ કાઢી ખોટા બનાવટી દસ્તાવેજ બનાવી એકબીજાએ ગુન્હામાં મદદગારી કરી ગુન્હો કરેલ હોય અને આ બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ગુન્હો નોંધાયેલ હોય, થયેલ જે કામે આરોપી આજદીન સુધી ફરાર હતો. જે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલના માર્ગદર્શન આધારે કે.જી. મયા (ગઢવી) પોલીસ સબ. ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્વારા, નાસતા ફરતા આરોપી તેજાભાઇ હનુભાઇ ભોકળને અમરેલી તાલુકાનાં વરસડા ગામ પાસેથી તા.11 નાં રોજ ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી તાલુકા પોલીસને સોપવા તજવીજ કરેલ હતી.


Advertisement
Advertisement
Advertisement