રાજકોટ તા.13 : મુંબઈ શેરબજારમાં આજે તેજીનો કરંટ વર્તાયો હતો. હેવીવેઈટ શેરોમાં ધુમ લેવાલીથી સેન્સેકસમાં 300 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં આજે માનસ પોઝીટીવ હતું આવતા સમયમાં વિદેશી રોકાણમાં મોટો વધારો થવાનો આશાવાદ અર્થતંત્ર છલાંગ લગાવવાનો વિશ્વાસ, કોર્પોરેટ ક્ષેત્રનું સારૂ પરફોમન્સ તહેવારોને કારણોની સારી અસર થઈ હતી. વિશ્ર્વબજારોનાં પ્રોત્સાહક અહેવાલોથી તેજીને ટેકો મળ્યો હતો.
જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ફંડામેન્ટલ મજબુત હોવાને કારણે નવી લેવાલી આવતી રહી છે. આજે ફરી રોકડાનાં શેરોમાં પણ ઈન્વેસ્ટરો લેવાલ જણાયા હતા. શેરબજારમાં આજે એશીયન પેઈન્ટસ, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, કોટક બેંક, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાઈટન, કોલ ઈન્ડીયા, ગ્રાસીમ જેવા શેરો ઉંચકાયા હતા. ઈન્ફોસીસ જેએસડબલ્યુ સ્ટીલ, મારૂતી, નેસલે, ટીસીએસ, લાર્સન, જીયો ફાઈનાન્સ મહીન્દ્ર નબળા હતા.