પંચાયતોમાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસી સભ્યોને પોલીસ ‘ઉઠાવી’ રહી છે: વિધાનસભા બહાર કોંગ્રેસના દેખાવો

13 September 2023 05:16 PM
Gujarat
  • પંચાયતોમાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસી સભ્યોને પોલીસ ‘ઉઠાવી’ રહી છે: વિધાનસભા બહાર કોંગ્રેસના દેખાવો

લોકશાહીની હત્યાનો આરોપ: રાષ્ટ્રપતિની હાજરી વખતે જ ધારાસભાની બહાર બેનરો ફરકાવીને વિરોધ

રાજકોટ તા.13 : ગુજરાતમાં જીલ્લા-તાલુકા પંચાયતો તથા નગરપાલીકાઓનાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે પોલીસ-સરકારી મશીનરીનો ઉપયોગ કરીને કોંગ્રેસની સતા છીનવવા અનેક શહેરોમાં કોંગ્રેસના સભ્યોને ઉઠાવી લેવાયાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. અને આ મામલે કોંગ્રેસનાં વિરોધ-દેખાવો કર્યા હતા.

પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહીલે પણ ટવીટ કરીને કોંગ્રેસી સભ્યોને પોલીસ ઉઠાવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. રાજયભરની પંચાયતો-નગરપાલીકાઓમાં અઢી વર્ષની પ્રથમ ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન તથા જીલ્લા પંચાયતોમાં તો ભાજપની જ સતા છે પરું અનેક તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન છે જયાં સતા આંચકવા ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસનાં સભ્યોનાં પોલીસ અપહરણ કરી રહ્યાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

પ્રદેશ પ્રમૂખ શકિતસિંહ ગોહીલે સિહોર જેવી પંચાયતોમાં ચૂંટણી ટાણે કોંગ્રેસી સભ્યોને ઉઠાવાયાનું ટવીટ કયુર્ં હતું ત્યારે આજે વિધાનસભા બહાર વિપક્ષી નેતા અમીત ચાવડા, અર્જુન મોઢવાડીયા, સહીતના ધારાસભ્યોઓ કલાલે જેવી પંચાયતોમાં કોંગ્રેસી સભ્યોનાં અપહરણ થયાનાં આક્ષેપ સાથે બેનરો ફરકાવીને દેખાવો કર્યા હતા.ભાજપ લોકશાહીની હત્યા ક્રી રહ્યાનાં નારા લગાવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિધાનસભામાં હતા તેવા સમયે જ કોંગ્રેસે ધારાસભાની બહાર દેખાવો કર્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement