ગાંધીનગર તા.13
રાજસ્થાનનાં જયપુર નેશનલ હાઈવેમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ભાવનગરના પ્રવાસીઓનાં મૃત્યુ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દિલસોજી પાઠવી છે સાથે ઈજાગ્રસ્તો જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.
મુખ્યમંત્રીએ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રત્યેકનાં પરિવારજનને રૂા.4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂા.50 હજારની સહાય ગુજરાત સરકાર આપશે તેવી જાહેરાત કરી છે. દુ:ખની આ ઘડીમાં રાજય સરકાર મૃતકોનાં સ્વજનો અને ઈજાગ્રસ્તોની પડખે છે. મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.