મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર આજે 2 વર્ષ પુરા થયા છે અને તે પ્રસંગે ગૃહમાં સરકારના સન્માનનો કાર્યક્રમ શાસક પક્ષે યોજયો હતો. આ કાર્યક્રમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં યોજાયો હતો પણ ગૃહમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા કે ‘આપ’ના નેતા ચૈતર વસાવાએ મુખ્યમંત્રી કે મંત્રીઓના સન્માન કરવાનો ઈન્કાર કર્યો હતો. અમીત ચાવડાએ કહ્યું કે કલોલ નગરપાલિકામાં સુકાનીઓ નિશ્ર્ચિત કરવામાં અમારા સભ્યોનું અપહરણ કરી મતદાન કરી શકે નહી. રાષ્ટ્રપતિ આજે ગુજરાતમાં છે તેની હાજરીમાં લોકશાહીની હત્યા થઈ છે. તેઓએ બેઠા બેઠા જ મુખ્યમંત્રી સમક્ષ હાથ જોડયા હતા તો ‘આપ’ના ચૈતર વસાવાએ પણ સન્માનમાં જોડાવા ઈન્કાર કર્યો હતો.