તળાજાના દિહોર ગામેથી એક સાથે 11 અર્થી ઉઠી: મૃત્યુઆંક 12

14 September 2023 11:29 AM
Bhavnagar Gujarat
  • તળાજાના દિહોર ગામેથી એક સાથે 11 અર્થી ઉઠી: મૃત્યુઆંક 12

તળાજા તાલુકાના યાત્રિકોના મૃતદેહ સવારે આવી પહોંચતા અરેરાટી: અંબાજી-પુષ્કર દર્શન થયા-મથુરા દર્શન નસીબમાં ન હતાં

(વિપુલ હિરાણી)ભાવનગર, તા.14
ભાવનગર જિલ્લાના દિહોર ગામના અકસ્માતના ભોગ બનેલા 11 મૃતકોના મૃતદેહ આજે સવારે વતન દિહોર આવી પહોંચ્યા હતા ત્યારે ગામમાં સન્નાટો ફેલાઈ જવા પામ્યો હતો.

નાના એવા ગામમાંથી એક સાથે 11 નનામી નીકળતા ગામ હિબકે ચડ્યું હતું અને ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.તો કુલ મૃત્યુઆંક 12 થયો છે.
તળાજા તાલુકાના દિહોર ગામે આવેલ સંતશ્રી બજરંગદાસ બાપા મઢુંલી ગ્રુપના સેવાભાવી સભ્યો ત્રણ દિવસ પહેલા હરિદ્વાર મથુરાની યાત્રાએ જવા રવાના થયા હતા.ભાવનગર ની કાર્તિક ટુર ની સ્લીપર બસમા.આ બસ રાજસ્થાન ના જિલ્લા મથકના ભરતપુર શહેર નજીક નેશનલ હાઇવે પર ડીઝલ ખાલી થઈ જતા ઉભી રહી હતી.એ સમયે પાછળ થી એક ટેન્કર ટ્રકે જોરદાર ઠોકર મારતા બસમાં રહેલ મુસાફરો અને બહાર ઉભેલા મુસાફરો મળી 23 યાત્રીઓને નાની મોટી ઇજાઓ થતા 12 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે.જેમાના દિહોર એકજ ગામના 11 અને ભાવનગર ની એક મહિલા નો સમાવેશ થાય છે.

ગોઝારા અકસ્માત ની દિહોર ગામના વતની અને દિહોર કે.વ.શાળા ના નિવૃત શિક્ષક કેજેઓ ગોઝારા અકસ્માત વચ્ચે પણ કાળજું કઠણ કરી સતત સ્થાનિક પોલીસ,પ્રસાશન,ભાવનગર જિલ્લા પ્રસાશન અને રાજકીય સામાજિક સેવભાવીઓની મદદ મેળવવા માટે બાર બાર લાશો અને ઇજાગ્રસ્તો સાથે ઝઝુમ્યા હતા.

બને તેટલી જલ્દી મદદ મળે તે જજુમેલ બાબુભાઇ શામજીભાઈ જાની પાસેથી મળતી કાળજું કંપવતી ઘટનાની મળતી વિગતો મુજબ દિહોર ગામના બજરંગદાસ બાપા સેવા આશ્રમ ના સેવક ભાઈઓ બહેનો મળી 57 વ્યક્તિ ગત.તા 9 ના રોજ રાત્રીના 9 વાગ્યે ભાવનગરના ટુર ઓપરેટર વિપુલભાઈ શિયાળ ની કાર્તિક ટ્રાવેલ્સની બસ નં.જીજે 04-7747નંબર ની સ્લીપર બસમાં બેસી દિહોર થી ગોકુળ મથુરા હરિદ્વાર ની યાત્રા એ ’બાપા સીતારામ’ના જય ઘોષ સાથે રવાના થયેલ.બસમાં દ્રાઇવર,કાંડક્ટર અને ભાવનગર ના રસોયા મજૂરો મળી ને કૂલ 64 વ્યક્તિ મુસાફરી કરી રહ્યા હતા.

ભાવનગરથી નીકળી અંબાજી,રામદેવરા,પોખરણગઢ થઈ ગઈકાલે દિવસે પુષ્કર દર્શન અને ખરીદી કરીને રાત્રે નવેક વાગ્યે મથુરા જવા રવાના થયેલા હતા ત્યારે બનાવ બન્યો હતો.

બાબુભાઇ શામજીભાઈ જાની એ અકસ્માત સર્જીને વાહન લઇ ફરાર થઇ ગયેલા ટેન્કર ટ્રક ચાલક વિરુદ્ધ લખનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ટેન્કર ટ્રક ચાલક હાઇવે પરના ધાબા પર વાહન રેઢું મૂકી ને ફરાર થઇ ગયા નું પણ જણાવ્યું હતુ. અ બનાવમાં મૃતકોમાં અંતુભાઈ લાલજીભાઈજાની, નંદરામભાઈ મથુરભાઈજાની, લલુભાઈ દયારામભાઈજાની, ભરતભાઈ ભીખાભાઈ પરમાર, લાલજીભાઈ મનજીભાઈ ઘોયલ, અંબાબેન જીણાભાઈ બારૈયા, કમુબેન પોપટભાઈ મકવાણા, રામુબેન બુધાભાઈ ડાભી, મધુબેન અરવિંદભાઈ ડાભી, અંજુબેન ફાંફાભાઈ ઘોયલ, મધુબેન લાલજીભાઈ, કંકુબેન લાલજીભાઈ ચુડાસમા, રે.ઘોઘારોડ,ભાવનગર છે.

ઉલ્લેખનીય છેકે પ્રથમ અગિયાર મૃતકો દિહોર એકજ ગામના વતની છે.જેમાં લાલજીભાઈ મનજીભાઈ ઘોયલ એ સૌથી નાની ઉંમર 23 વર્ષના હતા. ઇજાગ્રસ્તોમાં વિપુલભાઈ(બસ ડ્રાઇવર), બાલાભાઈ આંબાશંકરભાઈ બારૈયા, ભાનુબેન અંતુભાઈ બાંભણીયા રે.ભાવનગર સોનલબેન બાબુભાઇ. રસોયા.રે ભાવનગર, કલુબેન ચોથાભાઈ ઘોયલ, બાબુભાઇ બચુભાઇ બાંભણીયા, દિલુબેન સડથાભાઈ ડોડીયા.રે.તરસરા, ઓતીબેન ભગવાનભાઈ ઘોયલ, હરિભાઈ માવજીભાઈ જાદવ, જયેશભાઇ બાબુભાઇ, ગણપતસિંહ બાબુભા રે.તણસા સામેલ છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ ઇજાગ્રસ્તો ભરતપુર છે.4 ને વધુ સારવાર માટે જયપુર લઇ જવાયા છે.જ્યારે ગણપતસિંહ બાબભા ના સગા મિલિટરી માં હોય તે આવી જતા દિલ્હી સારવાર અર્થે લઈ જવાયા છે.

સાંસદ ધારાસભ્ય
સાંસદ ભારતીબેન શિયાળ રાજસ્થાન ભાજપ સંગઠન ના પ્રભારી રહી ચૂક્યા હોય ત્યાં ભરતપુર જિલ્લા સંગઠનના ઋષિ બંસલ એ ગુજરાત ની બસને અકસ્માત નડ્યા નું જણાવ્યું હતું.પછી ભાવનગર ની બસ અને ત્યારબાદ આફ્ટગ્રસ્તો તળાજા ના દિહોર ગામના વતની હોવાનું નક્કી થયું.જેને લઈ સાંસદે ભરતપુર કલેકટર, ભાવનગર કલેકટર, સરકાર સાથે બચાવકાર્ય માટે ત્વરિત સંકલન કાર્ય શરૂ કરી દીધું હતું.તો સાંસદ પી. એ તુલસીભાઈ મકવાણા એ સ્થાનિક લોકોના સતત સંપર્ક માં રહીને જરૂરી માહિતી ની આપ લે શરૂ કરતાં ગણતરી ની મિનિટોમાંજ મોટાભાગની વિગતો આવવા લાગી હતી.એ ઉપરાંત જિલ્લા ના ધારાસભ્યમા જીતુભાઇ વાઘાણી,સેજલબેન પંડ્યા સહિતના સેવારત રહી બને તેટલી ઝડપી સહાય મળે તેવી કાર્યવાહી કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement