બોટાદ,તા.14
ગઇ તા.11ના ઢસા પોલીસ સ્ટેશન ખાતેથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક પીડિત મહિલાનું બે વર્ષનું બાળક તેના પતિએ લઈ લીધેલ છે તેથી મદદ માટે 181 વાન ની જરૂર છે જે અન્વયે બોટાદ 181 અભયમ્ હેલ્પલાઇન ના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગાબુ એકતાબેન તેમજ પાયલોટ ઝાલા કુલદીપભાઈ ઢસા પોલીસ સ્ટેશન ખાતે પહોંચેલ અને પીડિત મહિલાનુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે તેઓનુ પિયર તથા સાસરી ઢસા ખાતે છે અને તેમના અને તેના ભાઈના લગ્ન સામ-સાટા થયેલ છે અને તેના સાસરીમાં પતિ અને સાસુ દ્વારા અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ બાળકને રમાડવા બાબતે ઝઘડો કરી હેરાન કરી ત્રાસ આપતા પીડિત મહિલા છેલ્લા પાંચ માસથી તેના પિયરમા રિસામણે જતા રહ્યા છે અને એક માસ થી તેના ભાભી (નણંદ) ને તેના ભાઇ આવી લઇ ગયેલ છે
અને આજ થી બે દિવસ પહેલા પીડિત મહિલાના પતિ બાળકને મળવા આવેલ અને જણાવ્યા વગર પોતાની સાથે બાળકને લઇ ગયેલ છે અને પીડિત મહિલાએ તેના પતિને ફોન કરી બાળક માગતા તેના પતિએ જણાવેલ કે તું મને બાળકના જવાબદારી નું લખાણ આપ તો જ બાળક તને આપીશ એમ તને બાળક હું નહીં આપું. જેથી પીડિત મહિલા ઢસા પોલીસ સ્ટેશન ની મદદ લઇ 181 અભયમ ની મદદ માગેલ. જે અન્વયે 181 ટીમ તેમજ ઢસા પોલીસ વુમન હેલ્પ ડેક્સ તથા શી ટીમ દ્વારા પીડિત મહિલાના પતિ ને સમજાવેલ તેઓના બંનેના સાટા મા લગ્ન કર્યા હોવાની બંનેનું લગ્ન જીવન તૂટતું બચે તે માટે સલાહ-સુચન માર્ગદર્શન અને કાયદાકિય માહિતી આપી બંન્ને પક્ષ ને બેસાડી ને સમજાવી ને એક બીજાની સામાજિક ફરજો અને જવાબદારીઓ સમજાવી બન્ને પરિવાર વચ્ચે ફરી મનમેળ સાધીને બે પરિવારને તૂટતા બચાવ્યો અને બે વર્ષના બાળકનું તેના માતા સાથે પુન:મિલન કરાવેલ છે.