બોટાદમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું આગમન

14 September 2023 11:51 AM
Botad
  • બોટાદમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું આગમન

બોટાદ, તા.14 : પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત સુત્રો ને સાર્થક કરતા બોટાદ માં માટીના ગણપતિ ની મૂર્તિનું સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે જયારે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે બોટાદ ના પાવર હાઉસ પાસે પરા વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ અમૃતભાઈ પ્રજાપતિ અમન ટેરાકોટા વાળા પરિવાર તેમજ બોટાદ મહાજન પાંજરાપોળ પાછળ પરા વિસ્તારમાં આવેલ મોમાઈ માટલા ઘર વાળા મુકેશભાઈ દયાળભાઈ રાઠોડ પરિવાર દ્વારા પોતાના ઘરેજ ઈકોફ્રેન્ડલી (માટીના) ગણપતિ તૈયારી ની આખરી ઓપ આપી રહ્યા છે. આ માટીના ગણપતિ પર્યાવરણ માં નુકશાન કરતુ અટકાવે છે અને ધાર્મિક આસ્થા જળવાઈ રહે તે માટે માટી ના ગણેશ નુ વેચાણ વધશે મારી માટી મારો દેશ તેમ મારી માટી મારા ગણપતિ માટીના ગણપતિ ની મૂર્તિ ઘરે જ સ્થાપના અને ઘરેજ વિસર્જન કરી શકાશે.


Advertisement
Advertisement
Advertisement