♦ હવે પરાલી પ્રદુષણ પેદા નહિં કરે: ગડકરી
નવી દિલ્હી તા.14
દર વર્ષે દિવાળી બાદ દિલ્હી સહીત ઉતર ભારતમાં પરાલીનાં ધુમાડાથી પ્રદુષણની સમસ્યા સર્જાય છે. ત્યારે કેન્દ્રીય પરિવહન મંત્રી ગડકરીએ આનો જબરો તોડ કાઢીને જણાવ્યું હતું કે આગામી 2-2 વર્ષમાં પરાલીમાંથી વિમાન-હેલીકોપ્ટરનું ઈંધણ બનાવવામાં આવશે. તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હવે પરાલીમાંથી ઈથોનલ બનાવવામાં આવી રહ્યું છે.
એટલે હવે ખેડુતો તેને ઓછુ સળગાવે છે હવે પરાલીથી એક લાખ લીટર ઈથેનોલ બનાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર સતત ઈંધણમાં ઈથેનોલનાં ઉપયોગ પર જોર દઈ રહી છે. પેટ્રોલ-ડીઝલ પર નિર્ભરતા અને પ્રદુષણમાં કમી લાવવા આમ કરવામાં આવી રહ્યું છે. તેમ ગડકરીએ જણાવ્યું હતું.