‘મોસાળે જમણ અને માઁ પિરસનાર’ જેવુ નથી: ગ્રાન્ટ-સહાયની જાહેરાત છતાં ગુજરાતને મળતી નથી

14 September 2023 12:06 PM
Gujarat
  • ‘મોસાળે જમણ અને માઁ પિરસનાર’ જેવુ નથી: ગ્રાન્ટ-સહાયની જાહેરાત છતાં ગુજરાતને મળતી નથી

પોલીસી આધુનિકરણ માટે કેન્દ્રે બે વર્ષે પણ 700 કરોડની ગ્રાન્ટ ફાળવી નથી: અતિવૃષ્ટિ, વાવાઝોડા નુકશાની પેટે પણ કોઈ સહાય ચુકવી નથી

ગાંધીનગર,તા.14 : કેન્દ્રમાં ભાજપ સરકાર હોવા છતાં ગુજરાતની વિવિધ સહાય કે ગ્રાન્ટમાં કેવી સ્થિતિ છે તેનો ઘટસ્ફોટ વિધાનસભામાં અપાયેલી માહિતીમાં થયો છે. રાજયના પોલીસ તંત્રનાં આધુનિકીકરણ માટે કેન્દ્રની સરકારે 2021-22માં પ્લાન મંજૂર કરી દીધો છે પરંતુ તેની ગ્રાન્ટ બે વર્ષ થઈ ગયા છતાં હજુ ફાળવાઈ નથી.તો 2022માં રાજયમાં અતિવૃષ્ટિ બદલ ગુજરાત સરકારે માગેલી ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા નામંજૂર કરાઈ છે. તે ઉપરાંત બિપરજોય વાવાઝોડામાં નુકશાન સામે માગેલા 700 કરોડ સામે પણ હજુ સુધી કોઈ રકમ ફાળવાઈ નથી.

કોંગ્રેસના અનંતકુમાર પટેલ દ્વારા છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકારે પોલીસના આધુનિકીકરણ માટે કેટલી ગ્રાન્ટ ફાળવી તે અંગે માહિતી માગી હતી.જેનો લેખિત જવાબ આપતા ગૃહ વિભાગે જણાવ્યું હતું.કે વર્ષ 2021-22 અને 2022-23 માટે કેન્દ્ર સરકાર દ્વારા આધુનિકીકરણનો પ્લાન મંજૂર કરાયો છે.પરંતુ ગ્રાન્ટ ફાળવવાની બાકી છે.

કોંગ્રેસના અમૃતજી ઠાકોરે છેલ્લા બે વર્ષમાં રાજયમાં કુદરતી આપતિઓ સામે થયેલા નુકસાન સંદર્ભે રાજય સરકારે કેન્દ્ર સમક્ષ ગ્રાન્ટની માંગણી અને કેટલી ફાળવાઈ તે અંગે સવાલ પુછયો હતો. જેના લેખિત જવાબમાં આપતિ વ્યવસ્થાપન વિભાગે જણાવ્યું હતું.કે ડિસેમ્બર 2022માં અતિવૃષ્ટિ અંતર્ગત 152.99 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે નામંજૂર કરવામાં આવી છે તૌકતે વાવાઝોડા પછી 2448 કરોડ રૂપિયાની માંગણી કરાઈ હતી. તેની સામે 1000 કરોડની રકમ અગાઉથી ફાળવવામાં આવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement