સોશિયલ મીડિયા પર આઈપીએસ-આઈએએસના બોગસ એકાઉન્ટ બની જતા માર્ગદર્શિકા જાહેર

14 September 2023 12:07 PM
Ahmedabad Gujarat
  • સોશિયલ મીડિયા પર આઈપીએસ-આઈએએસના બોગસ એકાઉન્ટ બની જતા માર્ગદર્શિકા જાહેર

સોશિયલ મીડિયા એકાઉન્ટને વેરીફાઈ કરાવી બ્લુટિક મેળવવા, પ્રોફાઈલ લોક રાખવા, પ્રાઈવસી સેટીંગ રાખવા સલાહ

અમદાવાદ તા.14 : સોશિયલ મીડિયા પર આઈપીએસ અને આઈએએસના બોગસ એકાઉન્ટ બની જતા હવે આ મામલે એડવાઈઝરી જાહેર થઈ છે. થોડા સમય પહેલા જ એક સીનીયર આઈપીએસ અધિકારીની ફેક પ્રોફાઈલ બની ગઈ હતી. છેલ્લાં ઘણા સમયથી આઈપીએસ, આઈએએસ તેમજ અન્ય ઉચ્ચ હોદા ધરાવતા અધિકારીઓના સોશિયલ મીડિયામાં ફેક પ્રોફાઈલ બનાવવાના કિસ્સા સામે આવ્યા હતા.

જે અનુસંધાનમાં લો એન્ડ ઓર્ડરના ડીજીપી શમશેરસિંઘે પોલીસ અધિકારીઓને સોશિયલ મીડીયાનો ઉપયોગ કરવા બાબતે એડવાઈઝરી બહાર પાડી છે. સાથે સાથે એડવાઈઝરીનો અમલ કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. થોડા દિવસ પહેલાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું ફેસબુકનું બનાવટી પ્રોફાઈલ બનાવવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. બનાવટી પ્રોફાઈલ તૈયાર કરનારી વ્યક્તિએ હસમુખ પટેલના નામે અનેક વ્યક્તિ સાથે વાત કરવાનું શરૂ કરી દીધું હતું.

આ પહેલા પણ અનેક અધિકારીઓના બનાવટી એકાઉન્ટ તૈયાર કરાયા હતા. ત્યારે આ બાબતને ગંભીરીતાથી લઈને ગુજરાત પોલીસના કાયદો અને વ્યવસ્થાના ડીજીપી શમશેરસિંઘ દ્વારા એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં કેટલીક મહત્વની સૂચના આવી છે કે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ વેરિફાઈ કરાવવા માટે બ્લુ ટીક મેળવવી જોઈએ.

જેથી ફેક પ્રોફાઈલને ઝડપથી ઓળખી શકાય તેમજ પ્રોફાઈલને લોક રાખવી, સાથે સાથે પ્રાઈવેસી સેટિંગ્સ રાખવા. આ ઉપરાંત ટુ ફેકટર ઓથેન્ટીકેશનનું સેટીંગ રાખવા પણ જણાવાયું છે તેમજ લોગઈન નોટીફીકેશન ઓન રાખવા. જેથી કોઈ લોગ-ઈન કરવાનો પ્રયત્ન કરે તો જાણ થઈ શકે. આ એડવાઈઝરી અંગે ગુજરાત પોલીસના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવાની સાથે તાકીદથી એડવાઈઝરીનો અમલ કરવા માટે સૂચના આપવામાં આવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement