રાજય સરકારની યોજનાઓ, કાર્યક્રમોની માહિતી હવે વોટ્સએપથી મળી જશે

14 September 2023 12:14 PM
Gujarat
  • રાજય સરકારની યોજનાઓ, કાર્યક્રમોની માહિતી હવે વોટ્સએપથી મળી જશે

ગુજરાત સરકારે પોતાની અધિકૃત વોટ્સએપ ચેનલ શરૂ કરી : છેવાડાના માનવી સુધી સચોટ માહિતી અને વિકાસના લાભ પહોંચાડવાની પહેલ

ગાંધીનગર,તા.14 : છેવાડાના પ્રત્યેક માનવીને વિકાસના લાભ પહોંચે તે માટે લોકો સુધી માહિતી પહોંચે તે માટે ગુજરાત સરકારે નવતર પ્રયોગ હાથ ધરી પોતાની અધિકૃત વોટ્સએપ ચેનલ શરૂ કરી છે. 2 વર્ષ પૂર્ણ થતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યાલયે વોટસએપ ચેનલ શરૂ કરી છે.

સચોટ જાણકારી નાગરિકો સુધી પહોંચે તે માટેનો સીએમઓનો પ્રયાસ છે. છેવાડાના પ્રત્યેક માનવી સુધી વિકાસના લાભ પહોંચે તેવી રાજ્ય સરકારની પહેલ છે. મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાતે પોતાની અધિકૃત વોટ્સએપ ચેનલ શરૂ કરી છે. ચેનલ દ્વારા મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોથી લઇને વિકાસના વિવિધ કાર્યો અંગેની અદ્યતન જાણકારી મેળવી શકશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિવિધ જનહિતકારી યોજનાઓ અને વિકાસના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંગેની સચોટ જાણકારી નાગરિકો સુધી પહોંચે અને છેવાડાના પ્રત્યેક માનવી સુધી વિકાસના લાભ પહોંચે તેવી રાજ્ય સરકારની નેમ છે. આ હેતુ સાથે મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાતે પોતાની અધિકૃત વોટ્સએપ ચેનલ શરૂ કરી છે. જેની પર મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોથી લઇને વિકાસના વિવિધ કાર્યો અંગેની અદ્યતન જાણકારી મેળવી ચકાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement