માધવપુર ગામે બંદર રોડ પર છકડો રીક્ષા ચાલકોનો ખુલ્લેઆમ ટ્રાફિક ભંગ

14 September 2023 12:19 PM
Porbandar
  • માધવપુર ગામે બંદર રોડ પર છકડો રીક્ષા ચાલકોનો ખુલ્લેઆમ ટ્રાફિક ભંગ

મોટા ભાગની રીક્ષાઓના સાધનીક ડોકયુમેન્ટ કે વિમા પોલીસી, પી.યુ.સી. નહીં હોવાની ચર્ચા

(કેશુભાઇ માવદીયા) માધવપુર, તા. 14

માધવપુર(ઘેડ) ગામે બંદર રોડ પર પોલીસની મીઠી નજર છકડો રીક્ષાઓ પુરપાટ ઝડપે અને ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી દોડી રહી છે. કોઇ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

બંદર રોડ પર છકડો રીક્ષા ચાલકો બેફામ બન્યા છે. પુરપાટ ઝડપે રીક્ષાઓ દોડાવી ભય ફેલાવી રહ્યા છે. મોટા ભાગની છકડો રીક્ષાના ચાલકો પાસે લાયસન્સ નથી, રીક્ષાના સાધનીક કાગળો, વીમો, પીયુસી પણ નથી છતાં પોલીસની નજર સામે આવી છકડો રીક્ષાના ચાલકો વટભેર પસાર થઇ રહ્યા છે. છકડો રીક્ષાઓની ગતિ મર્યાદા ઉપર અંકુશ મુકવા માંગણી ઉઠી છે.


Advertisement
Advertisement
Advertisement