રાજકોટ:તા 14 : ગુજરાત સરકારના મહિલા બાળવિકાસ અને સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના કેબીનેટ મંત્રી એવા ભાનુબેન બાબરીયાનો આજે જન્મદિવસ છે. ભાનુબેન બાબરીયાનો જન્મ રાજકોટ ખાતે આર.આર.એસ, ના કાર્યકર્તા અને એસ.ટી. ના કર્મચારી એવા માયાભાઈ રાઠોડ અને અમરતબેન રાઠોડના ઘરે તારીખ : 14/9/1975 ના થયેલ.
ભાનુબેન બાબરીયાએ બી.એ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરેલ છે. ભાનુબેન બાબરીયાના લગ્ન રાજકોટના પૂર્વ ધારાસભ્ય માધુભાઈ બાબરીયાના સુપુત્ર એડવોકેટ મનોહરભાઈ બાબરીયા સાથે થયેલ. જેમને સંતાનમાં એક પુત્રી છે.દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી એ સર્વ ક્ષેત્રમાં બહેનો પ્રગતી કરે જેના અનુસંધાને તેમને 2007માં ધારાસભ્ય તરીકે ભાનુબેન બાબરીયાની પસંદગી કરવામા આવી અને તેઓ સૌરાષ્ટ્ર- કચ્છમાં પ્રથમ અને રાજ્કોટ-3 માં સૌથી વધુ 42,000 મતોથી વિજેતા થયેલા.
ત્યારબાદ રાજકોટમાં 4 (ચાર) બેઠકો થતા 2012 માં કોંગ્રેસ અને જીપીપી ના ત્રીપાંખીયા જંગમાં પણ 11,500 થી વધુ મતે ધારાસભ્ય તરીકે વિજેતા થયેલા 21માં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડનં. 1 માં કોર્પોરેટર તરીકે ચુંટાયા અને હાલમાં 2022ની વિધાનસભાની ચુંટણીમાં 50,000 થી વધુ મતોથી વિજેતા થયેલ છે અને ગુજરાત સરકારમાં રાજ્યના બહેનો વતી એકમાત્ર મહિલા મંત્રી તરીકે સેવાઓ આપી રહ્યા છે. આજે તેમના જન્મ દિવસે તેમના પરિવારજનો, શુભેચ્છકો તેમને મો.નં. 99043 43321, 98245 00808 પર જન્મદિવસની સુભકામનાઓ પાઠવી રહ્યા છે.