મુંબઈ: બોલીવુડનાં હિમેન સદાબહાર અભિનેતા ધર્મેન્દ્રને લઈને તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે તે સારવાર માટે અમેરિકા આવ્યા છે. હવે આ સમાચારોને ખુદ ધર્મેન્દ્રે અફવા ગણાવીને કહ્યું હતું કે હું બિલકુલ ઠીક છું.
ધર્મેન્દ્રે પફોતાની તાજેતરની પોસ્ટમાં જણાવ્યું હતું કે માલિકની મહેરબાની આપ સૌની દુઆથી હું ઠીક છું. કેટલાંક દિવસ પહેલા મીડિયામાં એવા રિપોર્ટ આવ્યા હતા કે સન્ની દેઓલ પિતાની ટ્રીટમેન્ટ કરાવવા માટે તેને યુએસ લાવ્યો છું.પણ હવે એવી વિગત બહાર આવી છે કે સન્ની તેના માતા-પિતાને રજાઓ ગાળવા યુએસ લાવ્યા છે.