◙ RTO ના અઘરા ડીજીટલ ડ્રાઈવીંગ ટેસ્ટમાં પાસ થવાનો સરળ રસ્તો: લાઈટ મોટર વ્હીકલમાં 7500 કિલો સુધીના વાહનોમાં રીક્ષા પણ આવી જાય છે
રાજકોટ: હાલમાં જ એક તબીબ કાર માટે ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવા આરટીઓ કચેરીએ રીક્ષા લઈને પહોચી ગયા તો સૌ આશ્ચર્યમાં પડી ગયા. ડોકટર માટે હજુ એવા દિવસો આવ્યા નથી કે તેણે રીક્ષાના ફેરા કરવા પડે પણ આ એક અદભૂત આઈડીયા હતો.
આરટીઓના ડીજીટલ ડ્રાઈવીંગ ટેસ્ટમાંથી પસાર થવાનો અને હવે આ આઈડીયા અનેક લોકો અપનાવવા લાગ્યા છે. તેઓ રીક્ષામાં આ ડીજીટલ ટ્રેક પર લાયસન્સની પરિક્ષા આપે છે તેમની લાઈટ મોટર વ્હીકલના ડ્રાઈવીંગ માટેનું લાયસન્સ મળી જશે પછી આરામથી તમારી કાર ચલાવી શકશો! અમદાવાદ સહિતની આરટીઓ કચેરીમાં હવે જેઓ કદી ઓટોમાં મુસાફરી કરતા નથી તેઓ ઓટો રીક્ષા લઈને ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવા આવે છે અને સહેલાઈથી ટેસ્ટ પસાર કરે છે.
વાસ્તવમાં આરટીઓમાં ડ્રાઈવીંગ સ્કીલની ચકાસણી માટે જે બોકસપાર્કીંગ તથા ટર્નીંગની આવડત ચકાસાય છે તેમાં અનેક નાપાસ થાય છે. આ ડ્રાઈવીંગ નિયમ 2020માં દાખલ કરાયો છે અને જેઓને લાઈટ-મોટર વ્હીકલ એટલે કે રીક્ષાની કાર અને 7500 કિલોગ્રામ વજનના વાહનોના માટે ડ્રાઈવીંગ લાયસન્સ મળી શકે છે.
હવે આરટીઓના ટ્રેકમાં કારમાં આ ટેસ્ટ પસાર કરવો અઘરો છે પણ રીક્ષામાં સરળ છે. કારણ કે તેમાં બન્ને બાજું ખુલ્લી હોય છે તેથી પીળા પટ્ટા પર સરળતાથી નજર રાખી શકાય છે અને તેથી ટેસ્ટમાં પસાર થઈ શકાય છે.
અગાઉ લાઈટ મોટર વ્હીકલમાં ફકત કાર-ડ્રાઈવીંગ લાયસન્સ મળતું હતું અને તે પણ ખાનગી કાર માટે પણ ટ્રાન્સપોર્ટ વ્હીકલ જે 7500 કિલો કેટેગરીમાં આવે છે તેઓને પણ હવે આ કેટેગરીમાં સમાવી દેવાયા છે. જેમાં 17 સીટરની બસ, મીની ટ્રક, ટેમ્પો પણ આવી જાય છે. અગાઉ જે તફાવત હતો તે દૂર કરાતા હવે આ લાયસન્સ મેળવવા ઓટો રીક્ષા ચલાવીને પણ તેઓ ટેસ્ટ પસાર કરી શકે છે. હવે મોટર માટે લાયસન્સ મેળવવા 20-25 ટકા લોકો રીક્ષાનો ટેસ્ટ આપીને ખુશ થતા લાયસન્સ મેળવી જાય છે.
હાલમાં ટેસ્ટની યાદીમાં એક ડોકટરે ઓટો રીક્ષા ડ્રાઈવર તરીકે તેમને રજુ કરતા અધિકારી પણ આશ્ર્ચર્યમાં મુકાયા હતા. અગાઉ તેમાં કાર ડ્રાઈવીંગ કરતા આ ટેસ્ટ પસાર કરી શકયા નહી તો એજન્ટે જ તેને રીક્ષા ડ્રાઈવ કરીને લાયસન્સ મેળવી લેવા સલાહ આપી હતી. જો કે કાનુની અને આરટીઓના નિયમ મુજબ તેમાં કંઈ હાલ થઈ શકે નહી.