પાકને પરાસ્ત કરી શ્રીલંકા એશિયાકપની ફાઈનલમાં: 13 વર્ષ બાદ હવે ભારત સામે ટકરાશે

15 September 2023 11:08 AM
India Sports World
  • પાકને પરાસ્ત કરી શ્રીલંકા એશિયાકપની ફાઈનલમાં: 13 વર્ષ બાદ હવે ભારત સામે ટકરાશે
  • પાકને પરાસ્ત કરી શ્રીલંકા એશિયાકપની ફાઈનલમાં: 13 વર્ષ બાદ હવે ભારત સામે ટકરાશે
  • પાકને પરાસ્ત કરી શ્રીલંકા એશિયાકપની ફાઈનલમાં: 13 વર્ષ બાદ હવે ભારત સામે ટકરાશે
  • પાકને પરાસ્ત કરી શ્રીલંકા એશિયાકપની ફાઈનલમાં: 13 વર્ષ બાદ હવે ભારત સામે ટકરાશે

◙ દિલધડક મેચમાં છેલ્લા દડે બે રન લઈને શ્રીલંકાએ જીત મેળવી

◙ મેન્ડિસ (21) સદીશ (48) તથા અસંલાકાનાં અણનમ 49 રનની દમદાર ઈનીંગ: વરસાદી વિઘ્નને કારણે શ્રીલંકાને ડકવર્થ લુઈસ ફોર્મ્યુલા મુજબ જીત માટે 252 રનનો જ ટાર્ગેટ મળ્યો હતો જે આઠ વિકેટ ગુમાવીને પાર કર્યો

કોલંબો,તા.15
એશીયાકપનાં ફાઈનલમાં ભારત-પાકિસ્તાનની ટકકર થવાની ગણતરી ઉંધી પડી છે. સુપર-4 નાં નિર્ણાયક મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને પરાસ્ત કરતા હવે ફાઈનલમાં ભારત સામે શ્રીલંકાનો જંગ જામશે દિલધડક મેચમાં છેલ્લા દડે શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવ્યું હતું.

શ્રીલંકા સામેનાં નિર્ણાયક મુકાબલામાં ટોસ જીતીને પ્રથમ દાવ લેનાર પાકિસ્તાને નિર્ધારીત 42 ઓવરમાં સાત વિકેટે 252 રનનો જુમલો ખડકયો હતો. વરસાદના વિઘ્નને કારણે ઓવરો ઘટાડવામાં આવી હતી જેમાં પાકિસ્તાને રીઝવાનનાં 80 દડામાં અણનમ 86 તથા શફીકનાં 12 રનની મદદથી સાત વિકેટે 252 રન બનાવ્યા હતા.પાક બેટધરોએ મુખ્યત્વે અંતિમ ઓવરોમાં જ હાથ ખોલ્યા હતા. અન્યથા પ્રારંભીક બેટરો ફલોપ રહ્યા હતા.

બાબરે 29 ન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં ઈફતીખાર (47) સાથે રીઝવાને 108 રનની ભાગીદારી કરી હતી. શ્રીલંકા તરફથી પથીરાનાએ ત્રણ તથા મધુસામે બે વિકેટ ખેડવી હતી. મેચની શરૂઆત પૂર્વે જ વરસાદ ત્રાટકતાં ઓવર ઘટાડીને 45 કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી વરસાદી વિઘ્ન સર્જાયુ હતું અને ઓવરોમાં વધુ કાપ મુકીને 42 કરવામાં આવી હતી.

253 રનના ટારગેટ સાથે મેદાને પડેલ શ્રીલંકાએ પ્રથમ વિકેટ સસ્તામાં ગુમાવ્યા બાદ કુસાલ મેન્ડીસ તથા રાઉથ અસલંકાએ પાક બોલરોને હંફાવીને વિજયનો પાયો નાંખી દીધો હતો. મેન્ડીસે 91 રન બનાવ્યા હતા. અસલંકા 49 રને અણનમ રહ્યો હતો. મેન્ડીસે સદીરા (48) સાથે ત્રીજી વિકેટમાં 100 રનની ભાગીદારી કરી હતી. પાથુમાં 29 તથા પરેરાએ 17 રન બનાવ્યા હતા. અંતિમ દડામાં અસલંકાએ બે રન લઈને ટીમને દિલધડક જીત અપાવી દીધી હતી.

એશીયા કપનાં ફાઈનલમાં ભારતે અગાઉ જ સ્થાન પાકુ કરી લીધુ હતું. પાકિસ્તાન સાથે ટકકરની અટકળો હતી. પરંતુ હવે શ્રીલંકા ફાઈનલમાં આવ્યું છે. ભારત અને શ્રીલંકા 13 વર્ષ બાદ ચેમ્પીયન બનવા માટે સામસામે ટકરાશે 9 મી વખત બન્ને દેશો વચ્ચે ખિતાબી ટકકર થશે છેલ્લે 2010 માં ફાઈનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે જંગ ખેલાયો હતો અને તેમાં ભારતે 81 રને શાનદાર વિજય હાંસલ કર્યો હતો. હવે એશીયા કપ 2023 માં રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ મુકાબલો થશે.

39 વર્ષથી ભારત-પાકિસ્તાન ફાઈનલમાં આવ્યા નથી: ફરી બે વર્ષ રાહ જોવી પડશે
39 વર્ષ પૂર્વે એશીયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની શારજાહથી શરૂઆત થઈ હતી. પરંતુ ભારત-પાકિસ્તાન ત્યારપછી કયારેય ફાઈનલમાં આવ્યા નથી. આ વખતે પણ શ્રીલંકાએ નિર્ણાયક મુકાબલામાં પાકિસ્તાનને હરાવી દેતા ભારત સાથે ફાઈનલ જંગ થવાની અટકળો ઉંધી પડી ગઈ છે. ભારત 9મી વખત એશીયા કપની ફાઈનલમાં પહોંચ્યું છે. રવિવારે શ્રીલંકા સામે ફાઈનલ જંગ રમશે.

બાંગ્લાદેશ સામે ઔપચારિક મુકાબલો: ભારત બેન્ચ સ્ટ્રેન્થ અજમાવશે: અક્ષર વિશે ચિંતા
કોલંબો તા.15
એશીયાકપ વન-ડે ક્રિકેટની ફાઈનલમાં ભારત અને શ્રીલંકાનું સ્થાન પાકુ થઈ ગયુ છે. છતાં ટુર્નામેન્ટના અંતિમ સુપર-4 મેચમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે મુકાબલો થશે. બન્ને ટીમો માટે મેચ ઔપચારીક જ રહેવાનો હોવાથી ભારત નવોદિત ખેલાડીઓને તક આપે તેવી શકયતા છે.

આગામી મહિનાથી રમનારા વર્લ્ડકપ પૂર્વે ટીમ મેનેજમેન્ટ તમામ ખેલાડીઓને રમાડીને પરફોર્મન્સ ચકાસવાનાં મૂડમાં છે તેને ધ્યાને રાખીને આજના ઔપચારીક મેચમાં બેન્ચ સ્ટ્રેન્થને અજમાવે તેવી શકયતા છે.ટુર્નામેન્ટમાંથી અગાઉ જ ફેંકાઈ ચુકેલા બાંગ્લાદેશને ગુમાવવા જેવુ કાંઈ નથી. છતા વર્લ્ડકપ પૂર્વે મનોબળ મજબુત કરવા ભારતનો જોરદાર ટકકર આપવાની કોશીશ કરે તે સ્પષ્ટ છે.

એશીયાકપમાં અત્યાર સુધીના મેચોમાં ઈજામાંથી બહાર આવેલો બુમરાહે માત્ર 12 ઓવર છે એટલે તેને આજના મેચમાં તેને રમાડવો કે સીધા ફાઈનલ જંગમાં જ ઉતારવો તે મુદ્દે મેનેજમેન્ટ દ્વિધામાં મુકાયું છે. મોહમ્મદ સિરાજે સારો દેખાવ કર્યો છે. તેને આરામ આપીને મોહમ્મદ સામીને લેવામાં આવે તેવી શકયતા છે. ટીમ મેનેજમેન્ટ માટે અક્ષર પટેલની બોલીંગ ચિંતાનો વિષય બની છે.

શ્રીલંકા સામેની મેચમાં ટર્નીંગ વિકેટમાં પણ તે ખાસ પ્રભાવ પાડી શકયો ન હતો.વિકેટ મેળવી શકયો ન હતો કે રનની ગતિ પર લગામ મુકી શકયો ન હતો. એટલે તેના વિશેનો નિર્ણય પણ મહત્વનો બનશે.


Related News

Advertisement
Advertisement
Advertisement