‘નાવિક’ હવે ભારતની પોતાની GPS તમારા સ્માર્ટફોનમાં

15 September 2023 11:38 AM
India Technology
  • ‘નાવિક’ હવે ભારતની પોતાની GPS તમારા સ્માર્ટફોનમાં

◙ આગામી સમયમાં મેઈડ ઈન ઈન્ડીયા તમામ સ્માર્ટ ફોનમાં લોકલ નેવીગેશન સીસ્ટમ સપોર્ટ ફરજીયાત

◙ ‘NavlC’ ને એપલે પણ સ્વીકારી: અનેક મોડેલમાં સપોર્ટ સીસ્ટમ આપશે: છતા અન્ય જીપીએસને પણ સપોર્ટ મળશે

◙ કારગીલ યુદ્ધ સમયે અમેરિકાએ જીપીએસ સપોર્ટ શોધવા ઈન્કાર કરતા ભારતે ખુદની સીસ્ટમ તૈયાર કરવા નિર્ણય લીધો હતો

નવી દિલ્હી: 1999માં પાકીસ્તાનની સેનાએ કાશ્મીરના પહાડી ક્ષેત્ર કારગીલમાં ઘુસણખોરી કરી તો ભારત આખરી ઘડી સુધી તેમાં અજાણ રહ્યું હતું અને તે બાદ જયારે આ ઘુસણખોરીનો ખ્યાલ આવ્યો તો કારગીલના ઉંચાઈવાળા કયા પહાડી ક્ષેત્રમાં પાક સૈનિકોને જાણવું પણ મુશ્કેલ હતું તે સમયે અમેરિકા પાસે ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમની મદદ મંગાઈ પણ એન્ટાગોને તેનો અસ્વીકાર્ય કર્યો અને ભારતે બ્લેન્ક-આર્મી-એટેક કરવો પડયો અને 500થી વધુ જવાનોની ખુવારી સહન કરવી પડી હતી.

તે સમયે નિશ્ચિત થયું કે, ભારતની ખુદની ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ હોવી જોઈએ અને આ કામગીરી ઈસરો સહિતની સંસ્થાઓને સુપ્રત થઈ અને આજે તે ઈન્ડીયન રીજયોનલ નેવીગેશન સીસ્ટમ જે ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમનો (જીપીએસ)નો ચર્ચાય છે. તે નાવિક- NavlC સક્રીય થઈ છે અને હવે તે તમારા સ્માર્ટફોનમાં પણ ગુગલ એપનું સ્થાન લેશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ સીસ્ટમને ‘નાવિક’ નામ આપ્યુ છે અને દેશમાં ઉત્પાદીત થતા તમામ સ્માર્ટફોનમાં આ સીસ્ટમ ઉપલબ્ધ બનાવવાનું ફરજીયાત કરાયું છે. વિશ્ર્વ વિખ્યાત સ્માર્ટફોન નિર્માતા એપલે પણ તેના કેટલાક મોડેલમાં ‘નાવિક’ નો સમાવેશ કર્યો છે. આ હેન્ડસેટ ‘નાવિક’ને ચીપ્સ સેટ ને સપોર્ટ કરે છે અથવા તેજ ચીપ્સસેટનો ઉપયોગ કરે છે અને 1 જાન્યુઆરી 2025થી તો ફાઈવ-જી સપોર્ટ ધરાવતા તમામ મોડેલમાં તે ફરજીયાત બનશે તથા હાલ જે ફોન એલ-વન બેન્ડથી જીપીએસનો ઉપયોગ કરે છે તેણે પણ ડિસેમ્બર 2025 સુધીમાં ‘નાવિક’ સપોર્ટ સીસ્ટમ આપવી પડશે.

એપલે આ સીસ્ટમને સ્વીકારીને એક મહત્વપૂર્ણ છે. એપલ કદી ગુણવતા અને સલામતની ચકાસણી વગર કોઈ સીસ્ટમને સપોર્ટ કરતું નથી. ખાસ કરીને ભારતે આ પ્રકારે જીપીએસ ક્ષમતા મેળવી લીધી છે. સરકારે જાન્યુઆરી માસથી જ આ પ્રયાસો ચાલુ કર્યા હતા. હવે ઓટો મેકર્સને પણ ભારતની ઘરેલું જીપીએસ સીસ્ટમ અપનાવવા જણાવાશે.

આ માટે ચીપ નિર્માતા કંપનીઓએ પણ ભારતની સીસ્ટમને સપોર્ટ કરવા માટે તૈયારી બતાવી હતી. હવે ભારત સરકાર જે કંપનીઓ તેમની ડિઝાઈન સીસ્ટમમાં ‘નાવિક’નો ઉપયોગની તૈયારી દર્શાવે તેને ખાસ પ્રોત્સાહનો આપવાની પણ તૈયારી છે. જો કે સરકાર નાવિકને ફકત એક જ નેવીગેશન સીસ્ટમ તરીકે સ્વીકારવા કોઈ ફરજ પાડશે નહી પણ કંપનીઓને તેમાં પસંદગીની છૂટ અપાશે.

પરંતુ જો એપલ જેવી બ્રાન્ડ આ સીસ્ટમ સ્વીકારવા માંગતી હોય તો પછી તેમાં ગુણવતા છે તે નિશ્ર્ચિત છે. હજું તેમાં અનેક સુધારા થશે. હાલ સાત ઉપગ્રહ મારફત આ સીસ્ટમને સપોર્ટ મળે છે પરંતુ જેમ જેમ તેનો ઉપયોગ વધતો જશે તેમ તેમ તેને સપોર્ટ કરવા વધુ ઉપગ્રહ ફાળવવા માટે પણ તૈયારી છે. 2018ની આ સીસ્ટમનું ટેસ્ટીંગ થઈ રહ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement