સુરતમાં 4 બસ સહિત 10 વાહનો વચ્ચે અકસ્માત

15 September 2023 11:58 AM
Surat Gujarat
  • સુરતમાં 4 બસ સહિત 10 વાહનો વચ્ચે અકસ્માત

♦ પેસેન્જર ભરવા આડેધડ ઉભી રહી જતી બસોને કારણે દુર્ઘટના

♦ ચાર લકઝરી, ચાર કાર તથા બે ટ્રકની એકબીજા સાથે ટકકર : સંખ્યાબંધ ઘાયલ

સુરત, તા. 15
સુરતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર ગઇકાલે મોડી રાત્રે એકસાથે 10 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ચાર ખાનગી બસ, ચાર કાર તથા બે ટ્રક વચચે ટકકર થઇ હતી તેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા.

હાઈવે પર પેસેન્જરો ભરવા માટે આડેધડ લક્ઝરીઓ ઊભા રાખવાના પરિણામે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે. આવી જ એક બેદરકારીના કારણે સુરતમાં નેશનલ હાઈવે નં.48 પર મોડી રાત્રે એક બાદ એક 10 જેટલા વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

વિગતો મુજબ, સુરતના નેશનલ હાઈવે 48 પર કીમ ચાર રસ્તાથી કોસંબા તરફ જતા રોડ પર પેસેન્જર ભરવા ગમે તેમ ઊભી રહેતી લક્ઝરી બસોને કારણે અકસ્માત થયો હતો. જેમાં લક્ઝરી પાછળ એકબાદ એક વાહનો ધડાકાભેર અથડાયા હતા. હાઈવે પર 4 લક્ઝરી, 4 કાર અને 2 ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં અનેક વાહન ચાલકોને ઈજા પહોંચી હતી.

જોકે હાલમાં જાનહાનિની કોઈ ખબર સામે આવી નથી. ખાસ છે કે નેશનલ હાઈવે પર ઘણીવાર લક્ઝરી ચાલકો પેસેન્જરો ભરવા માટે ગમે ત્યાં અચાનક વાહન ઊભું રાખી દેતા હોય છે. એવામાં પાછળથી આવતા વાહનો સાથે અકસ્માત સર્જાતા રહે છે.એવામાં હાઈવે પર અડચણરૂપ અને જોખમી રીતે ઊભા રહેતા વાહનો સામે કાર્યવાહી જરૂરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement