પ્રભાસપાટણ, તા.15 : ભગવાન સદાશિવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રભાસ પાટણ કુંભારવાડા વિસ્તારમાં લગભગ 200 વર્ષથી વધુ સમયનુ પ્રાચીન પંચ મહાદેવ શિવ મંદિર આવેલું છે આ મંદિર જમીનથી લગભગ 10 ફૂટ ઊંડું છે અને જવા માટે પથ્થરની સીડી છે આ મંદિરમાં પાંચ મોઢાવાળું શિવલિંગ બિરાજમાન છે અને મંદિરના પ્રવેશદ્વાર ના ઉપરના ભાગે સૂર્ય ,બ્રહ્મા ,વિષ્ણુ, શિવ અને ચંદ્ર ટંકારાયેલ છે મંદિરની અંદર મહીસાસુર, ગૌરી કે પાર્વતી દશા અવતારવાળી વિષ્ણુની એક શ્યામ પાષાણની એક સમયે અહિયા કુવો પણ હતો મૂર્તિ અને વિષ્ણુ મૂર્તિ આવેલી છે મંદિર પીપળું વૃક્ષ છે મંદિર માં શિલ્પો છે પૂજા કરવા અને દર્શન કરવા ભક્તો આવતા રહે છે અને આ પ્રાચીન પંચમુખી મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. (તસ્વીર : દેવાભાઈ રાઠોડ - પ્રભાસપાટણ)