નવી દિલ્હી: ભારતના મીશન-મુન હેઠળ જે એક બાદ એક ત્રણ ચંદ્રયાન-સાહસ યોજાયા હતા અને ચંદ્રયાન-3 મારફત તેના લેન્ડર વિક્રમને ચંદ્રની ધરતી પર ઉતારીને રોવર પ્રજ્ઞાન મારફત અનેક માહિતીઓ એકત્ર થઈ હતી તે સમયે ચંદ્રયાન-1 દ્વારા ચંદ્રની ધરતી પર પાણીની હાજરી અંગે જે ઘટસ્ફોટ કરાયો તેમાં હવે અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાએ વધુ ઘટસ્ફોટ કરતા જાહેર કર્યુ છે કે પૃથ્વીના કારણે જ ચંદ્ર પર પાણી બની રહ્યું છે.
ચંદ્રયાન-1 એ જ ચંદ્ર પર પાણી હોવાનું શોધી કાઢયું હતું. 2008માં આ યાનથી જે ડેટા મળ્યા તેના વિશ્લેષણમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢયું છે કે, પૃથ્વી પરથતી જતી હાઈ એનર્જી ઈલેકટ્રોન ચંદ્ર પર પાણી બનાવી શકે છે.
અમેરિકાની મનોસામાં હવાઈ વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓની ટીમે શોધી કાઢયું છે કે, પૃથ્વીની પ્લાઝમા શીટમાં ઈલેકટ્રોન ચંદ્રની સપાટી પર ઈરોઝનની પ્રક્રિયાથી પહાડો અને ખનીજોના ને તૂટવા અથવા તેને બિખેરવા સહાયતા કરે છે. ચંદ્ર પર પૃથ્વીની જે મેગ્નેટોટેલ પસાર થાય છે તેના બદલાની પ્રક્રિયામાં આ રહસ્ય હાથ લાગ્યુ છે.