♦ જોકે યાત્રા દરમ્યાન ટેકનિકલ ખામીની ફરિયાદો વધી
નવી દિલ્હી,તા.15
દેશમાં ડોમેસ્ટીક ફલાઈટમાં યાત્રા કરનારાઓની સંખ્યામાં સતત વધારો થયો છે. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં લગભગ 10 કરોડ લોકોએ વિમાન યાત્રા કરી હતી.જુલાઈ બાદ હવે ઓગસ્ટ મહિનામાં પણ હવાઈ યાત્રા કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે.
નિષ્ણાંતો આ બાબતને એવિએશન ઈન્ડસ્ટ્રીઝ માટે સારા સંકેત જણાવે છે પરંતુ બીજી બાજુ વિમાન યાત્રામાં ટેકનીકલ ખામીઓના કારણે યાત્રીઓને હેરાન પણ થવુ પડયુ છે.
ઓગસ્ટ 2022 માં એક કરોડ એક લાખથી વધુ મુસાફરોએ ઘરેલુ વિમાનયાત્રા કરી છે. આ વધારો 23 ટકા છે. સૌથી વધુ 78 લાખ યાત્રીઓએ ઈન્ડીગોની ફલાઈટમાં મુસાફરી કરે. આથી તેનો માર્કેટ શેર 63 ટકાથી વધુ રહ્યો ત્યારબાદ 12 લાખ 17 હજાર યાત્રીઓએ વિસ્તારામાં અને 12 લાખ 12 હજાર યાત્રીઓએ એર ઈન્ડીયાનાં વિમાનમાં મુસાફરી કરી.