વ્યાજખોરોના ત્રાસથી કિરિટ પટેલે ઝેર ગટગટાવ્યુ

15 September 2023 05:07 PM
Rajkot Crime
  • વ્યાજખોરોના ત્રાસથી કિરિટ પટેલે ઝેર ગટગટાવ્યુ

► અમીનમાર્ગ પર રહેતા કિરીટ સવાણીએ એરપોર્ટ રોડના ગાર્ડનમાં પગલુ ભર્યુ: સિનર્જી હોસ્પીટલમાં સારવાર હેઠળ

► કોરોના કાળમાં રૂા.15 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા: પોલીસે નિવેદન નોંધી ફરીયાદની તજવીજ હાથ ધરી

રાજકોટ તા.15 : શહેરનાં અમીનમાર્ગ પર અમીન પીરામીડ એપાર્ટમેન્ટમાં રહેતા કિરીટ નાનજીભાઈ સવાણી (પટેલ) ઉ.વ.50 એ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગત રાત્રે ઝેરી દવા પી લેતા તેમને સિવીલ હોસ્પીટલ બાદ ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ છે.

આ અંગે મળતી વિગત મુજબ કિરીટ સવાણી અમીન માર્ગ પર રહે છે. તેઓએ ગઈકાલે રાત્રે 11 વાગ્યા આસપાસ એરપોર્ટ રોડ પર આવેલા બગીચામાં ઝેરી દવા પી લીધી હતી ત્યાં હાજર લોકોને જાણ થતા તુરંત કીરીટભાઈને 108 એમ્બ્યુલન્સ મારફત સિવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.જયાં પોલીસ દોડી આવતા તેના પરિવારજનોને જાણ કરાઈ હતી. કિરીટભાઈની તબિયત ગંભીર જણાતા પરિવારજનો દ્વારા તેઓને સિનર્જી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ તરફ ગાંધીગ્રામ પોલીસનાં પોલીસમેન ખોડુભા સહીતનો સ્ટાફ દોડી ગયો હતો.નિવેદન નોંધતા જાણવા મળેલ કે કિરીટભાઈએ એક વ્યકિત પાસેથી કોરોના મહામારી વખતે રૂા.15 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા. વ્યાજખોરને મોટાભાગની રકમ ચુકવી દીધા બાદ પણ ચડત વ્યાજ સાથે મુળ રકમની ઉઘરાણી કરી ત્રાસ આપતા કિરીટભાઈએ આ પગલુ ભર્યુ હતું. ગાંધીગ્રામ પોલીસે ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.હાલ કીરીટભાઈ ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement