રાજકોટ તા.15 : મુંબઈ શેરબજારમાં આજે તેજીનો સિલસિલો જારી રહ્યો હતો.ઓલ રાઉન્ડ લેવાલીથી મોટાભાગનાં શેરો ઉંચકાતા સેન્સેકસ તથા નીફટી નવી ટોચે પહોંચ્યા હતા. શેરબજારમાં માનસ પોઝીટીવ જ હતું. વૈશ્ર્વીક તેજી ઉપરાંત અર્થતંત્રનુ સારૂ ચિત્ર વિદેશી નાણા સંસ્થાઓની લેવાલી દેશમાં ચોમાસુ ફરી સક્રિય થયાના સંકેતો જેવા કારણોની સારી અસર હતી.
જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ફંડામેન્ટલ કે સ્ટ્રોંગ હોવાથી જી સતત આગળ ધપી રહી છે. શેરબજારમા આજે બજાજ ઓટો, મહિન્દ્ર, હીરો મોટો, ગ્રાસીમ, ઈન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, મહિન્દ્ર મારૂતી, નેસલે, રીલાયન્સ, ટાટા મોટર્સ, વીપ્રો ભારતી એરટેલ, એચડીએફસી બેંક, ઝોમેટો વોડાફોન, યસ બેંક, જયપ્રકાશ પાવર, સુઝલોન, ઉંચકાયા હતા.
ભારત પેટ્રો, જીયો ફાયનાન્સ, એશીયન પેઈન્ટસ, હિન્દ લીવર, કોટક બેંક, લાર્સન, બજાજ, ફાઈનાન્સ, ઈન્ડુસઈન્ડ બેંક હિન્દ લીવરમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 271 પોઈન્ટના ઉછાળાથી 67790 હતો તે ઉંચામાં 69927 તથા નીચામાં 67614 હતો નીફટી 79 પોઈન્ટ ઉંચકાઈને 20182 હતો તે ઉંચામાં 20222 તથા નીચામાં 20129 હતો.