જંગલેશ્વરમાં કતલ કરવાના ઇરાદે રાખેલ 7 પશુને છોડાવાયા, અશરફ પીંજારા સામે ગુનો દાખલ

15 September 2023 05:26 PM
Rajkot Crime
  • જંગલેશ્વરમાં કતલ કરવાના ઇરાદે રાખેલ 7 પશુને છોડાવાયા, અશરફ પીંજારા સામે ગુનો દાખલ

જીવદયાપ્રેમી જયેન્દ્ર સુથાર, ક્રુપાલ ગાલોરીયા, વિરલ દોશીની બાતમીથી ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ, તા.15 : જંગલેશ્વરમાં કતલ કરવાના ઇરાદે રાખેલ 7 પશુને છોડાવાયા હતા અને અશરફ પીંજારા સામે ગુનો દાખલ કરાયો હતો. જીવદયાપ્રેમી જયેન્દ્ર સુથાર, ક્રુપાલ ગાલોરીયા, વિરલ દોશીની બાતમીથી ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

ફરિયાદી જયેન્દ્રભાઇ અનિલભાઇ ચંદવાડીયા (સુથાર) (ઉ.વ.29, 2હે. રામપાર્ક સોસાયટી, શેરીનં.-1, આજીડેમ ચોકડી)એ ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, હું રાજકોટ જીલ્લામાં જીવદયા ગ્રુપમાં સેવા આપુ છું. તથા ક્રુપા ફાઉન્ડેશન (જીવદયા)માં સ્થાપિત પ્રમુખ તરીકે સેવા આપુ છું. તા.14/9/2023 ના રોજ રાત્રે 8 વાગ્યાના અરસામાં અમે તથા જીવદયા પ્રેમી ક્રુપાલભાઇ મુકેશભાઇ ગાલોરીયા, વિરલભાઇ શૈલેષભાઇ દોશીએ રીતેના પશુ જીવ બચાવવા માટે પેટ્રોલીંગમાં હતા

તે દરમ્યાન અમને બાતમી રાહે હકિકત મળેલ કે જગલેશ્વર શેરી નં..26 માં રહેતો અશરફ ઇકબાલભાઇ મીનીવાડીયા (પીંજારા, ઉ.વ.-37) પોતાના કબ્જા ભોગવટામાં જગલેશ્વર શેરી નં.-26, નદી કાંઠે આવેલ જાહેર શૌચાલય બાજુમાં 7 પશુને કતલ કરવાના ઇરાદે રાખેલ છે. અમે પોલીસ કંટ્રોલરૂમ રાજકોટ પાસેથી ભકિતનગર પીઆઈ એમ.એમ.સરવૈયાના મોબાઇલ નંબર મેળવી

આ બાતમી બાબતે વિગતવાર જાણકારી આપતા તેઓની સુચનાથી પીએસઆઇ એમ.બી. જાડેજા, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ આયદાનભાઇ, કિશોરભાઇ ચુડાસમા સાથે સ્થળ પર પહોંચતા શૌચાલય ની બાજુમાં નાના વંડામા કોઇપણ જાતના પુરતા ઘાસચારા કે પાણી ની સગવડતા વિના 7 પાડા જેની ઉંમર આશરે 3 માસથી નવ માસ સુધીના ને કોઇ જાતની મોકળાશ ના મળે, કે હલન-ચલન ના થાય, તે રીતે એકદમ ટુકા દોરડાથી બાંધી રાખેલા હતા. પોલીસે આરોપીને હસ્તગત કરી પશુ રામનાથપરા, પાંજરાપોળમાં સોપી આપેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement