આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે ‘એશિયા કપ’ની ફાઇનલનો હાઇવોલ્ટેજ ‘ફાઇટ-ટુ-ફિનીસ’નો રોમાંચક જંગ

16 September 2023 11:00 AM
India Sports World
  • આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે ‘એશિયા કપ’ની ફાઇનલનો હાઇવોલ્ટેજ ‘ફાઇટ-ટુ-ફિનીસ’નો રોમાંચક જંગ

બંને દેશો 9મી વખત ફાઇનલ રમશે: ભારત અને શ્રીલંકા અગાઉ 8 વખત ફાઇનલમાં ટકરાયા છે, ભારત પ વખત જીત્યુ છે, શ્રીલંકા 3 વખત ફાઇનલ જીત્યુ છે

આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબો ખાતે ‘એશિયા કપ’નો ફાઇનલનો ફાઇટ-ટુ-ફિનીસનો હાઇવોલ્ટેજ જંગ રમાશે. સ્પર્ધામાં ભારતનો દેખાવ શાનદાર રહ્યો છે. શ્રીલંકાએ પાકિસ્તાન સામેની અતિ મહત્વની એવી મેચમાં શ્રીલંકાએ મેચની છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને પરાજીત કરીને ફાઇનલ ટચ કરી છે. છ વખત ચેમ્પિયન શ્રીલંકાએ શ્વાસ થંભાવી દે તેવા મેચમાં પાકિસ્તાનને બે વિકેટે હરાવીને વિક્રમી 13મી વખત એશિયા કપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. બેટધરો માટેની મુશ્કેલ પીચ પર કુશલ મેન્ડીસ 91 અને ચરિથ અસલંકાના અણનમ 49 રન પાકિસ્તાનને સ્પર્ધામાંથી આઉટ કરી દીધું હતું.

હવે ફાઇનલમાં ગત ચેમ્પિયન શ્રીલંકાનો સામનો રવિવારે રોહિત શર્માનાં નેતૃત્વવાળી ભારતીય ટીમ સામે થશે. શ્રીલંકાના બેટધરોમાં કુશલ મેન્ડીસ અને સદીરા સમર વિકમા નોંધપાત્ર દેખાવ કરી રહ્યા છે. આ બંનેએ પાકિસ્તાન સામે 91 રન તથા 49 રન બનાવી જીત અપાવી હતી. શ્રીલંકાનાં પથિરાના તથા ભારત સામે શ્રેષ્ઠ દેખાવ કરનાર દુનિથ વેલાલાગે ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે.

રોહિત શર્માની ટીમે 11મી વખત ફાઇનલ ટચ કરી છે. ભારતે 7 વખત અને શ્રીલંકાએ 6 વખત એશિયા કપના ટાઇટલ જીત્યા છે. ભારત માટે આ સ્પર્ધામાં શાનદાર દેખાવ કરનાર કેએલ રાહુલ, વિરાટ કોહલી, રોહિત શર્મા, ઇશાન કિશન અને હાર્દિક પંડયાનો દેખવ શ્રીલંકા સામે પુનરાવર્તિત થશે તો ભારતની જીત નકકી છે.

ભારત માટે નોંધપાત્ર દેખાવ કરનાર કુલદીપ યાદવે પહેલા પાકિસ્તાન અને ત્યારબાદ શ્રીલંકા સામે મેચ વિનીંગ ગોલંદાજી કરી છે. છેલ્લે 2022માં રમાયેલી આ સ્પર્ધા ટી-20ના ફોર્મેટમાં રમાઇ હતી જે શ્રીલંકાએ જીતી હતી. જયારે 2016ની ટી-20 ફોર્મેટની સ્પર્ધા ભારતે જીતી હતી. જેમાં ફાઇનલ મેચમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થયો હતો, બાંગ્લાદેશને ભારતે 8 વિકેટે પરાજીત કરીને સ્પર્ધા જીતી હતી.

જયારે 2022માં રમાયેલી ટી-20 ફોર્મેટની સ્પર્ધા શ્રીલંકાએ પાકિસ્તાનને પરાજીત કર્યુ હતું. તે સાથે જ શ્રીલંકાએ કુલ 6 વખત ટાઇટલ જીત્યા છે. શ્રીલંકાએ 2014માં ફાઇનલ રમતા પાકિસ્તાનને હરાવી ટાઇટલ જીત્યુ હતું. 1986માં શ્રીલંકાએ પ્રથમ વખત પાકિસ્તાનને ફાઇનલમાં હરાવીને ટાઇટલ હાંસલ કર્યુ હતું. ત્યારબાદ 1997માં ભારતને 2004 અને 2008માં પણ ભારતને પરાજીત કર્યુ હતું.

શ્રીલંકાએ અત્યાર સુધી કુલ 12 વખત ફાઇનલ રમીને 6 વખત ટાઇટલ જીતવાની સિધ્ધિ નોંધાવી હતી. 2000માં પાકિસ્તાને શ્રીલંકાને અને 2012માં બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું હતું. પાકિસ્તાને કુલ 5 વખત ફાઇનલ રમીને બે વખત ટાઇટલ જીત્યા છે. જયારે આજ સુધી ભારતે કુલ 7 વખત એશિયા કપ જીતવાનો કીર્તિમાન નોંધાવ્યો છે.

ભારતે કુલ 10 વખત ફાઇનલ રમી છે. ભારતે 1997માં શ્રીલંકા સામે અને 2004 તથા 2008માં પણ શ્રીલંકા સામે ફાઇનલ ગુમાવી હતી. અત્યાર સુધી રમાયેલી સ્પર્ધામાં ભારત અને શ્રીલંકાની ટીમોનું પ્રભુત્વ વિશેષ જોવા મળે છે. આ વખતે ભારત ચોકકસપણે ફેવરીટ છે, છતાં ગમે ત્યારે પાકિસ્તાન અને શ્રીલંકા અપસેટ સર્જી શકે તેમ છે. ભારતનો કપિલદેવ એકમાત્ર એવો ગોલંદાજ છે, જેણે એશિયા કપમાં હેેટ્રીક ઝડપવાની સિધ્ધિ પ્રાપ્ત કરી છે. તેણે 1990-91માં ભારતમાં રમાયેલ સ્પર્ધામાં શ્રીલંકા સામેની ફાઇનલમાં સિધ્ધિ મેળવી હતી.

ભારતે પાકિસ્તાન સામે જંગી માર્જીનથી વિજય મેળવ્યા બાદ શ્રીલંકા સામે 41 રનથી જીત મેળવીને સારો એવો વિશ્વાસ આત્મ સંપાદન કર્યો છે. ભારત માટે 8મી વખત એશિયા કપનું ટાઇટલ જીતવું અઘરૂ તો નથી જ અલબત શ્રીલંકા પણ કટોકટીની પળોમાં સારા દેખાવની ક્ષમતા ધરાવે છે. માત્ર વરસાદ વિલન ન બને તો મેચનો સળંગ આનંદ મેળવવો આસાન થશે.

આ વખતે કુલદીપ યાદવે ભારત તરફથી દાવમાં પાંચ વિકેટો ઝડપી છે, જયારે વિરાટ કોહલી અને કેએલ રાહુલે સદીઓ નોંધાવી પાક. તરફથી બાંગ્લાદેશ તરફથી સદીઓ નોંધાઇ છે. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ વ્યકિતગત સ્કોર નેપાળ સામે બાબર આઝમે 151 રન બનાવ્યા હતા.

એશિયા કપમાં છેલ્લે ભારતે 2018માં અને 2022માં શ્રીલંકાએ ટાઇટલ જીત્યા છે, આ વખતે ફાઇનલનો જંગ ખરા અર્થમાં જમાવટ કરશે. ઓસ્ટ્રેલિયા અને વિશ્વકપ અગાઉ ભારતીય ખેલાડીઓએ આત્મ વિશ્વાસ સંપાદન કરતા હવે પછીના મેચોમાં પણ ટીમ ઇન્ડીયા સારો દેખાવ કરશે જ તેમાં બે મત નથી.

► ભારત 11મી વખત ફાઇનલમાં
► ભારત 14 વખત એશિયા કપ રમ્યું છે, જેમાંથી 7 વખત ફાઇનલ જીતીને 3 વખત રનર્સઅપ થયું છે.
► શ્રીલંકા કુલ 15મી વખત એશિયા કપ રમ્યું છે, હાલ 16મી વખત રમી રહ્યું છે, 6 વખત ટાઇટલ જીતીને 6 વખત રનર્સઅપ
► પાકિસ્તાન 14 વખત સ્પર્ધામાં રમ્યું છે, માત્ર 2 વખત વિજેતા.


Related News

Advertisement
Advertisement
Advertisement