નવી દિલ્હી તા.16 : કેરળમાં નિપાહ વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને ચાર દર્દીઓનો ઉપચાર ચાલી રહ્યો છે. અને નિપાહ વાયરસનાં કેસો વધી રહ્યા છે. ત્યારે આઈસીએમઆર (ભારતીય ચીકીત્યા અનુસંધાન પરિષદ) પણ ચિંતા જાહેર કરીને જણાવ્યું હતું
કે નિપાહ વાયરસનો મૃત્યુ દર કોરોનાથી અનેકગણો વધુ છે. આઈસીએમએમઆરનાં ડીજી રાજીવ બહેલે જણાવ્યું હતું કે નિપાહ વાયરસથી સંક્રમિત 100 લોકોમાંથી 40 થી 70 લોકોના જીવ જઈ શકે છે. જયારે કોરોનામાં મૃત્યુદર માત્ર 2 થી 3 ટકા હતો આથી નિપાહ વાયરસના સંક્રમણની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે.