ઉના, તા. 16
ગીર જંગલમાં તુલશીશ્યામ મંદિર ખાતે ભાદરવી અમાસના દિવસે વર્ષો જુની પરંપરા મુજબ પિતૃઓનું કાર્ય કરી પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ આ દિવસે તિર્થધામ તુલશીશ્યામમા આજે માનવ મહેરામણ ઉમટી પડયા હતા.દર વર્ષેની જેમ આ વર્ષે પણ મધ્ય ગીરમા આવેલ તિર્થધામ તુલશીશ્યામ મંદિર ખાતે ભાદરવી અમાસના દિવસે તુલશીશ્યામ મંદિરે લોકો પોતાના પિતૃઓના મોક્ષ અર્થે પૂજન કરવા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પિતૃ મોક્ષ અર્થે આવતા હોય છે ત્યારે ભાદરવી અમાસના રાત્રે શ્રદ્ધાળુ આખી રાત જાગરણ કરી પિતૃ મોક્ષ અર્થે દિવો બાળતા હોય છે. અને વહેલી સવારે ગરમ પાણીના કુંડમા સ્નાન કરી પિતૃ મોક્ષ અર્થે પીપળાના વૃક્ષને પાણી અર્પણ કરવામાં આવે છે.