150 કરોડના હેરોઈનના કેસમાં મુંબઈનો નિરંજન શાહ 12 દિવસના રીમાન્ડ પર

16 September 2023 11:48 AM
kutch Crime Gujarat
  • 150 કરોડના હેરોઈનના કેસમાં મુંબઈનો નિરંજન શાહ 12 દિવસના રીમાન્ડ પર

નલીયા કોર્ટમાં રજૂ કરતી એટીએસ: પટણા જેલમાંથી કબ્જો લેવાયો...

ભુજ,તા.16
નકલી પાસપોર્ટ બનાવવાના કેસમાં પટનાની બેઉર જેલમાં છેલ્લા 26 માસથી રહેલા અને એક સમયના હર્ષદ મહેતાના શેઠ રહી ચૂકેલા મુંબઈના 68 વર્ષીય નિરંજન શાહને કચ્છના જખૌ પાસેથી વર્ષ 2021માં પકડાયેલા રૂ।.150 કરોડના હેરોઈનના કેસમાં ડ્રગ્સ મંગાવનાર તરીકે એટીએસે અટક કરી રિમાન્ડ અર્થે નલિયા કોર્ટમાં હાજર કર્યો હતો. આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

મુંબઈના જૂહુ વિસ્તારમાં રહેતો અને બોગસ પાસપોર્ટ માટે પટનાની જેલમાં સજા ભોગવી રહેલા નિરંજન શાહને પટનાની બેઉર સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવીને નલિયાની કોર્ટમાં રજૂ કરતાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

આરોપી સામે બોગસ પાસપોર્ટ અને ડ્રગ્સ હેરાફેરી કરવા સહિતના સંખ્યાબંધ કેસ અલગ અલગ રાજ્ય અને એજન્સીઓમાં નોંધાયેલા છે. આ ઉપરાંત યુએસએ અને ટોરેન્ટોમાં પણ અગાઉ તેની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપીની જખૌ નજીકથી વર્ષ 2021માં પકડાયેલા દોઢસો કરોડના ડ્રગ્સ મામલે એટીએસ દ્વારા ધરપકડ ધરાઈ હતી. રિમાન્ડ દરમિયાન તેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવશે.કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પણ આજ કલમો તળે નલિયાની કોર્ટમાં વહીવટી પ્રક્રિયા અંતર્ગત ચાર વખત હાજર કરવામાં આવી ચૂક્યો છે, જોકે આરોપી શાહની સુરક્ષા માટે કોઈ બંદોબસ્ત તંત્રને ગોઠવવો પડ્યો ન હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement