જુનાગઢ, તા. 16 : ગઇકાલે ભાદરવી અમાસના દિવસે ઠેર ઠેર જુગાર ધામ પર પોલીસે ત્રાટકી જુનાગઢ સહિત વિસાવદર, મેંદરડા, શેરગઢ, કેશોદ સહિતમાંથી કુલ 11 મહિલા સહિત પ6 જુગારીઓને રૂા.3,56,960ની મતા સાથે દબોચી લીધા હતા જયારે 8 ભાગી છુટયા હતા. જુનાગઢ ગણેશનગર ખાતેથી જુગારીઓને રૂા. 10,400 સાથે પકડી લીધા હતા. જુનાગઢ ટીંબાવાડી વિસ્તાર તીરૂમાલા કોમ્પ્લેક્ષ નીચે 11 મહિલાઓને 13,670ની રોકડ સાથે દબોચી લીધા હતા. વિસાવદરના જાંબુડીની સીમમાં જુગટુ ખેલતા 9ને રૂા.2,49,440ની મતા સાથે દબોચી લીધા હતા. મેંદરડાના નાગલપુર ગામની સીમમાંથી 11ને રૂા.18,040ની મતા સાથે દબોચી લીધા હતા. કેશોદના શેરગઢ ગામે જાહેરમાં જુગટુ ખેલતા 11ને 43,410ની મતા સાથે દબોચી લીધા હતા જયારે 8 રેડ દરમ્યાન ભાગી છુટયા હતા. કેશોદના અમૃતનગરમાં જાહેર જુગટુ ખેલતા 6ને ર8000ની મતા સાથે પકડી લીધા હતા. કેશોદના મેસવાણ ગામે રહેતો રાકેશ વશરામ હીંગરાજીયાની વાડીની ઓરડીમાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે 8ને 48,170ની મતા સાથે દબોચી લીધા હતા.