વેરાવળ,તા.16 : દેશ માટે વીર શહીદ મહિપાલસિંહ વાળાને રાજ્ય સરકાર દ્વારા રૂા.એક કરોડની સહાય મળતા કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ તેમજ રાજપૂત સમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂ મળી આભાર વ્યકત કરેલ હતો.કારડીયા રાજપુત સમાજના અને સુરેન્દ્રનગર જીલ્લાના મોજીદડ ગામના વતની અને હાલ અમદાવાના વિરાટનગરમાં રહેતા વીર શહિદવીર સ્વ.મહિપાલસિંહ વાળા તા.4 ઓગષ્ટના રોજ જમ્મુ કાશ્મીરના ફુલગામમાં આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં દેશની રક્ષા કાજે લડતા લડતા 25 વર્ષની નાની વયે શહીદી વ્હોરી હતી
ત્યારે કારડીયા રાજપુત સમાજના શહીદવીરને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમીતભાઇ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, જગદીશભાઇ વિશ્વકર્મા સહીતના વીર શહિદના પરીવા2 સાથે હરહંમેશ ઉભો રહેલ અનેં તા.12ના રોજ ગુજરાત સરકાર દ્વારા ભુપેન્દ્રભાઇ પટેલ હસ્તે શહીદવીર સ્વ.મહિપાલસિંહ વાળાના પરીવારજનોને રૂબરૂ મળીને રૂા.એક કરોડનો ચેક આપી
શહીદના પરીવારજનોને મદદરૂપ થયેલ તે બદલ અખિલ ગુજરાત કારડીયા રાજપુત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ, કાનાભાઇ ગોહિલ પ્રમુખ ક્ષત્રિય રાજપૂત સમાજ, કિરીટસિંહજી ડાભી ધારાસભ્ય, બાબુભાઈ જાદવ ધારાસભ્ય, કિરીટસિંહજી રાણા ધારાસભ્ય, રિવાબા જાડેજા ધારાસભ્ય, સી.જે ચાવડા, ધારાસભ્ય, નારનસિંહજી સગર પ્રમુખ સમસ્ત નાડોદા રાજપૂત સમાજ, કમાભાઈ રાઠોડ પૂર્વ ધારાસભ્ય, ડી ડી રાજપૂત થરાદ, ભૂપતસિંહ રાઠોડ, ભરતસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ ચૌહાણ, મનોજસિંહ ગોહિલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત કરી આભાર વ્યક્ત કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.