અંજારના વરસામેડી વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાયો: કાર્યવાહી

16 September 2023 12:21 PM
kutch
  • અંજારના વરસામેડી વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાયો: કાર્યવાહી

(ગની કુંભાર) ભચાઉ તા.16 : અંજાર તાલુકાના વરસામેડીમાં ખાનગી દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ કચ્છ જઘૠને બાતમી મળી હતી કે, વરસામેડીમાં આવેલા શાંતિધામ-5 નંબરની સોસાયટીની બાજુમાં આવેલા મહાદેવનગરમાં જોશી ક્લીનિક લખેલી દુકાનમાં પારસમલ મોહનલાલ જોશી, રહે. અંજારવાળો પોતાની પાસે ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો.

જે બાતમીના આધારે પોલીસે સરકારી મેડીકલ ઓફિસરને સાથે રાખી દવાખાના પર રેઈડ કરી હતી. જેમાં ડોક્ટર પારસમલ મોહનલાલ જોશી પાસે કોઈ માન્ય ડિગ્રી ન હોવા છતાં તે લોકોને એલોપેથી દવાઓ-ઈન્જેક્શનો આપી ઈલાજ કરતો હોવાનું સામે આવતા પોલીસે ખરાઈ કરી ગુનો નોંધ્યો હતો અને આ તબીબના દવાખાનામાંથી એલોપેથી દવાઓ, મેડીકલ સાધનો વગેરે મળીને કુલ રૂપિયા 11,377નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવા માટે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


Advertisement
Advertisement
Advertisement