એશિયાકપ: ઔપચારિક મેચમાં બાંગ્લાદેશ જીત્યું: કાલે ફાઈનલમાં ભારત-શ્રીલંકાનો મુકાબલો

16 September 2023 12:25 PM
Sports
  • એશિયાકપ: ઔપચારિક મેચમાં બાંગ્લાદેશ જીત્યું: કાલે ફાઈનલમાં ભારત-શ્રીલંકાનો મુકાબલો
  • એશિયાકપ: ઔપચારિક મેચમાં બાંગ્લાદેશ જીત્યું: કાલે ફાઈનલમાં ભારત-શ્રીલંકાનો મુકાબલો

► 8મી વખત એશિયાનાં ક્રિકેટ કિંગ બનવાના ઈરાદા સાથે રોહિત-સેના મેદાને પડશે

► સુપર-4 ના અંતિમ મેચમાં બાંગ્લાદેશે ભારતને 6 રને હરાવ્યું: શુભમન ગીલની સદી તથા અક્ષર પટેલની લડાયક ઈનીંગ એળે ગઈ

કોલંબો તા.16 : એશીયા કપનાં ફાઈનલમાં આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો ખેલાશે. તે પૂર્વે સુપર-4 નાં અંતિમ મેચમાં ભારત બાંગ્લાદેશ સામે 6 રને હારી ગયુ હતું. શુભમન ગીલની અફલાતુન સદી પણ કામ આવી ન હતી. ગીલ તથા અક્ષરને બાદ કરતા અન્ય બેટરો ફલોપ ગયા હતા. સુપર-4 નાં અંતિમ-ઔપચારીક મેચમાં ભારતે ટોસ જીતીને બાંગ્લાદેશને પ્રથમ દાવ લેવા ઉતાર્યું હતું. ભારત અગાઉ જ ફાઈનલમાં પહોંચી ગયુ હતું અને આ મેચ ઔપચારીક હતો

એટલે વિરાટ કોહલી, હાર્દિક પંડયા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શામી, તથા બુમરાહ, મોહમ્મદ સિરાજ, તથા કુલદીપ યાદવ જેવા પાંચ સીનીયર ખેલાડીને આરામ આપીને તિલક વર્મા, સુર્યકુમાર યાદવ, મોહમ્મદ સામી, પ્રસિદ્ધ ક્રિશ્નાને તક આપી હતી. ભારત બોલીંગ એટેક સામે બાંગ્લાદેશની 3 વિકેટો માત્ર 28 રનમાં ખડી પડી હતી. પરંતુ ત્યારબાદ શાકીબ અલ હસને એક છેડો સંભાળી લઈને ટીમનો રકાસ ખાળ્યો હતો.શાકીબે 80 રન તથા તૌફીકે 54 રન બનાવ્યા હતા. નાસુમ અહેમદે 44 રન બનાવ્યા હતા.

જયારે મેહદી હસને 29 રન કર્યા હતા. અંતિમ ઓવરોમાં ફટકાબાજી-આક્રમક રમતના સહારે બાંગ્લાદેશ નિર્ધારીત 50 ઓવરમાં 265 રન ખડકયા હતા. 266 રનના જીત ટારગેટ સાથે ઉતરેલી ભારતીય ટીમ પ્રથમ ઓવરથી જ ખખડવા લાગી હતી. કપ્તાન રોહીત શર્મા ખાતુ ખોલાવી શકયો ન હતો.તિલક વર્મા 5, કે.એલ.રાહુલ 19, ઈશાન કિશન 5, રને ઉડયા હતા. સુર્યકુમાર 26 તથા શુભમન ગીલે એક છેડો સાચવીને શાનદાર સદી ફટકારી હતી. ગીલ સાથે અક્ષર પટેલે શાનદાર ભાગીદારી કરી હતી ત્યારે ગીલ 121 રને આઉટ થયો હતો.અક્ષર પટેલે ખભ્ભા ઉંચકયા હતા.

પરંતુ અંતિમ તબકકે જ 42 રન આઉટ થતાં ભારતની જીતની આશા પર પાણી ફરી વળ્યુ હતું.(ભારતનો દાવ 49.5 ઓવરમાં 259 રનમાં પુરો થયો હતો અને 6 રને હાર થઈ હતી. બાંગ્લાદેશ સામે હારથી ટુર્નામેન્ટમાં ભારતને ગુમાવવા જેવુ કંઈ ન હોવા છતાં ફાઈનલ પુર્વે ટીમનું મનોબળ નબડુ પડવાનું જોખમ રહે છે. જોકે ટીમમાં પાંચ સીનીયરો ન હોવાનું સ્પષ્ટ છે. છતાં બેન્ચ સ્ટ્રેન્થમાંથી અજમાવાયેલા ખેલાડીઓ પ્રભાવ પાડી ન શકયાની વાત મેનેજમેન્ટ માટે ચિંતા સર્જનારી છે. કારણ કે આવતા મહિનાથી શરૂ થનાર વર્લ્ડકપમાં પણ આ ખેલાડીઓનો સમાવેશ કરાયો છે.

બાંગ્લાદેશ સામેની ઔપચારીક હાર ભુલાવીને હવે ભારતીય ટીમ આવતીકાલે શ્રીલંકાને હરાવવા નવા જુસ્સા સાથે મેદાને ઉતરશે. બન્ને દેશો વચ્ચે આવતીકાલે એશીયાકપનો ફાઈનલ મુકાબલો ખેલાશે. એશીયા કપમાં ત્યાર સુધીમાં ભારત સાત વખત ચેમ્પીયન બન્યુ છે. આઠમી વખત એશીયાકીંગ બનવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. શ્રીલંકા અત્યાર સુધીમાં 6 વખત એશીયા ચેમ્પીયન બન્યુ છે તેને હોમ ગ્રાઉન્ડ અને હોમ ક્રાઉડને લાભ મળશે. 7મી વખત ટ્રોફી જીતીને ભારતની બરબાદી કરવાનો શ્રીલંકાનો ટારગેટ રહેવાનું સ્પષ્ટ છે.

લાંબી કેરીયર-ઈજાથી બચવા બુમરાહ ત્રણેય ફોર્મેટમાં ન રમે
કોલંબો તા.16 : શ્રીલંકાની વર્લ્ડકપ વિજેતા ટીમનાં ખેલાડી રહી ચુકેલા પૂર્વે ફાસ્ટ બોલર ચમીંડાવાસે ભારતીય પેસર જસપ્રિત બુમરાહને એવી સલાહ આપી છે કે તેણે લાંબી ક્રિકેટ કેરીયર રાખવી હોય અને વારંવાર ઈજાથી બચવુ હોય તો ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં ન રમવુ જોઈએ. વાસે એમ પણ કહ્યું કે ટીમ મેનેજમેન્ટ પણ વર્કલોડને ધ્યાને રાખીને તેની પસંદગી કરવી જોઈએ. બુમરાહની બોલીંગ એકશન ખાસ છે અને આવા બોલરને સંભાળીને રાખવો જોઈએ તમામ ફોર્મેટનો ભાર તેના ખભ્ભે નાખવા ન જોઈએ.

રવિન્દ્ર જાડેજાની 200 વિકેટ-2000 રન: કપિલદેવની કલબમાં એન્ટ્રી
ભારતીય ટીમનાં ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વન-ડેમાં 200 વિકેટ પૂર્ણ કરી છે. 200 વિકેટ લેનાર સાતમો બોલર બન્યો છે.કુંબલે તથા હરભજન પછી ત્રીજો સ્પીન બોલર છે.182 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.આ ઉપરાંત 200 વિકેટ સાથે 2000 રન બનાવનાર બીજો ભારતીય અને દુનિયાનો 14 મો ખેલાડી બન્યો છે. વન-ડેમાં તેના નામે 2587 રન છે આ સિધ્ધિ કપિલદેવે મેળવેલી છે કપિલના નામે 3783 રન તથા 253 વિકેટ છે.

2023 માં ગીલનાં 1000 રન
ચાલુ વર્ષમાં સૌથી તેજ રન બનાવવામાં ભારતનો શુભમન ગીલ મોખરે છે.17 મેચમાં 1025 રન બનાવીને પ્રથમ ક્રિકેટર બન્યો છે. બાંગ્લાદેશ સામેના ગઈકાલનાં મેચમાં તેણે 8 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 121 રન બનાવ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement