કોડીનાર કૃષિવિજ્ઞાન કેન્દ્ર દ્વારા પૌષ્ટિક ધાન્યો લક્ષી કાર્યક્રમ યોજાયો

16 September 2023 01:02 PM
Veraval
  • કોડીનાર કૃષિવિજ્ઞાન કેન્દ્ર દ્વારા પૌષ્ટિક ધાન્યો લક્ષી કાર્યક્રમ યોજાયો

કોડીનાર,તા.16 : કોડીનાર મુનિસિપાલિટી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પોષણ મહિના અને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત કિશોરીઓ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી દ્વ્રારા કાર્યક્રમ યોજાયો. જેમાં 257 વિધ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પોષણ અને આહાર નું મહત્વ તથા જુદા જુદા મીલેટ્સ નું પોષણ મૂલ્ય અને મૂલ્યવર્ધિત બનાવટો વિષે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાત ડો.હંસાબેન ગામી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીના કાર્યકર્તા બહેન ધર્મિસ્ઠાંબેન વાળા અને કુ.રીંકલબેન ચૌહાણ દ્વ્રારા કિશોરીઓના આરોગ્યમાં માસિક ધર્મ નું મહત્વ અને સોરઠ મંડળી દ્વ્રારા બનાવવામાં આવતા સેનિટરી નેપ્ક્ધિસ વિષે સવિશેષ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં કવિતાબેન દાહીમાં, ગર્લ્સ સ્કૂલના આચાર્ય અને સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.


Advertisement
Advertisement
Advertisement