ઉના,તા.16 : ઊના શહેરમાં સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરી પાંચ શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.ઊનાના તુલસીધામ સોસાયટી શેરી નં.2 માં જાહેરમાં જુગાર રમતા ભીખુ ધરમશી બુદ્રદેવ, સંજય રતનસિંહ શીગડ, ભુપેન્દ્ર દુદા કવાડ, ધીરૂ બચુ ડાભી તેમજ યોગેશ હમીર કોટડીયા આ તમામ શખ્સો બાતમી આધારે પોલીસે રેઇડ કરી રોકડ રૂ।.17,640 ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.