ભાવનગર પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : બંને ચાલકના મૃત્યુ

16 September 2023 01:06 PM
Bhavnagar Crime
  • ભાવનગર પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : બંને ચાલકના મૃત્યુ

વરતેજ નજીક કરૂણ અકસ્માત

(વિપુલ હિરાણી) ભાવનગર, તા. 16 : ભાવનગર જિલ્લાના વરતેજ તાબેના વાળુકડ ગામ નજીક બે મોટરસાઇકલ સામસામે અથડાવવાની ઘટનામાં બંને મોટરસાયકલના ચાલકોના ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે વરતેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ વરતેજ તાબેના વાળુકડ ગામથી એક કિલોમીટર દૂર બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થતા મોટરસાયકલના ચાલક આશિષ મુન્નાભાઈ ઉલવા ઉં.વ. 20 રહે. ભીકડા, હાલ સમઢીયાળા મહાજન તા.ઘોઘા તેમજ સામેની મોટરસાઇકલના ચાલક બટુકભાઈ નોંધાભાઈ ચૌહાણ ઉં.વ. 45 રહે. વાળુકડ તા.ઘોઘાને ગંભીર ઇજા થતાં બંનેને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેના મોત નિપજ્યા હતા.આ બનાવ અંગે વરતેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement