(ફોટો વિપુલ હિરાણી) ભાવનગર તા.16 : ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના લાપાળિયા ગામમાં આવેલ નેરાની કાટમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 8 ઇસમોને એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડે રૂ. 1.05 લાખ રોકડા સાથે ઝડપી લીધા હતાં. એલ.સી.બી.અને પેરોલ ફર્લો સ્ક્વોડ પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લાપાળિયા ગામમાં આવેલ કાળી કરાડના નેરાની કાટમાં ખુલ્લી જગ્યામાં ગંજીપત્તા વડે જુગાર રમતા આઠ શખ્સ મંગા બાલાભાઈ જાદવ, નારણ રામજીભાઈ મકવાણા, પ્રવીણ ધરમશીભાઈ ગોહિલ, કાળુ ઝવેરભાઈ મકવાણા, ભરત કાનજીભાઈ ચૌહાણ, ગોવિંદ જીવરાજભાઈ મકવાણા, મગન ભીમાભાઇ વાઘેલા અને અતુલ બાલાભાઈ ચાવડાને રૂ. 1,05,700 રોકડા સાથે ઝડપી લીધા હતા.